દીપિકાએ રણવીર સિંહનો હાથ પકડીને સિદ્ધિવિનાયકના આશીર્વાદ લીધા

  • September 07, 2024 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. પેરેન્ટસ બનતાં પહેલાં કપલે ગણપતિ બાપ્પાનાં આશીર્વાદ લીધા. જો કે આ વખતે કપલનાં ફેસ પર મસ્ત સ્માઇલ જોવા મળી.
બોલિવૂડ એકટ્રેસ દીપિકા પાદુકોણ આ મહિને એટલે કે સપ્ટેમ્બર મહિનામાં પહેલાં બાળકનું આ દુનિયામાં સ્વાગત કરશે. લેટેસ્ટમાં દીપિકાએ રણવીર સિંહ સાથે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું. જો કે આ ફોટોશૂટ ખૂબ ચર્ચામાં રહ્યું હતુ. કપલ લેટેસ્ટમાં મુંબઇનાં સિદ્ધિવિનાયક મંદિરમાં જોવા મળ્યાં. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માતાપિતા બન્યાં પહેલાં ગણપતિ બાપ્પાનાં દર્શન કરીને એમનાં આશીર્વાદ લીધા. કપલની મંદિરનાં બહારની તસવીર વાયરલ થઇ રહી છે. દીપિકા પાદુકોણ પહેલાં બાળકની માતા બનશે. આ વાતને લઇને રણવીર અને દીપિકા સુપર એકસાઇટેડ છે. માતા બન્યાં પહેલાં કપલે ભગવાન ગણેશનાં દરબારમાં માથુ ટેકવ્યું. આ સાથે હેપ્પી ફેમિલીની કામના પણ કરી.
રણવીર સિંહ અને દીપિકા એકદમ હળવા મુડમાં હતા અને ત્યાં આવેલા દર્શનાર્થીઓ સામે દીપિકાએ લોકોને હાથ જોડા અને સાથે વાતચીત કરી . દીપિકાની આ તસવીર જોઇને ફેન્સ પણ ખુશ થઇ ગયા છે. આ સમયે એકટ્રેસ બેબી બમ્પ લોન્ટ કરતી જોવા મળી. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સિવાય એની ફેમિલી પણ સાથે પહોંચી હતી. કપલની તસવીર પૈપરાઝીએ કેમેરામાં કેદ કરી લીધી છે.
સેલિબ્રિટી પૈપરાઝી વિરલ ભાયાણીએ લેટેસ્ટમાં દીપિકા પાદુકોણની ડિલિવરી ડેટને લઇને એક પોસ્ટ કરી હતી જેમાં જણાવ્યું હતુ કે, અભિનેત્રી ૨૮ સપ્ટેમ્બરનાં રોજ માતા બની શકે છ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application