નાટુ નાટુને ઓસ્કાર મળતા દીપિકા પાદુકોણની આંખો છલકાઇ ગઇ

  • March 13, 2023 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

  • 95મા ઓસ્કાર એવોર્ડની પ્રેઝન્ટ બોલીવૂડ એક્ટ્રેસે ગીતના કર્યા વખાણ
  •  ઓસ્કારમાં નોમિનેશન અને એવોર્ડ જીતનારુ  ભારતીય પ્રોડક્શનનું પહેલુ સોન્ગ 


ઓસ્કાર 2023માં ભારતીયોની બોલબાલા રહી હતી. એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના સોન્ગ નાટુ નાટુને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો છે. જ્યારે ધ એલિફન્ટ વ્હીસ્પર્સ ફિલ્મે પણ બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ મૂવી કેટેગરીમાં જીતી છે. આ સમારંભમાં બોલીવૂડની એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પ્રઝન્ટર હતી અને જ્યારે નાટુ નાટુ ગીતને એવોર્ડની જાહેરાત કરાઇ ત્યારે દીપિકાની આંખો ખુશીથી છલકાઇ ગઇ હતી.

 નાટુ નાટુ સોન્ગે ઓસ્કાર 2023 માં બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો અવોર્ડ જીતતા  દીપિકા પાદુકોણ તેના આંસુ રોકી શકી ન હતી. 95મા એકેડેમી એવોર્ડ્સમાં નાટુ નાટુ પર પરફોર્મન્સ રજૂ કરનાર એક્ટ્રેસ અન્ય ઉપસ્થિત લોકો સાથે ઓડિયન્સ બેઠી હતી અને જ્યારે એમએમ કીરાવાની સ્ટેજ પર આવ્યા અને એવોર્ડ સ્વીકાર્યો ત્યારે દીપિકાની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. દીપિકાનો આ ઈમોશનલ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

 RRR ટીમથી દૂર બેઠી હતી, તેમ છતાં દીપિકાએ એસએસ રાજામૌલી ફિલ્મની ટીમને પોતાનો પૂરો સપોર્ટ આપ્યો હતો અને પોતાની સીટ પર બેઠા બેઠા તેમની જીતને સેલિબ્રેટ કરી. નાટુ નાટુને પ્રેઝન્ટ કરતી વખતે, દીપિકાએ કહ્યું...
 
 એક આકર્ષક કોરસ, ઇલેક્ટ્રિફાઇંગ બીટ્સ અને કિલર ડાન્સ મૂવ્સે આ સોન્ગને ગ્લોબલ સેન્સેશન બનાવ્યું છે. તે વાસ્તવિક જીવનના ભારતીય ક્રાંતિકારીઓ, અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમ વચ્ચેની મિત્રતા વિશેની ફિલ્મ RRR માં એક મુખ્ય દ્રશ્ય દરમિયાન જોવા મળે છે. તેલુગુમાં ગાયું હોવા ઉપરાંત અને ફિલ્મની સંસ્થાનવાદ વિરોધી થીમને દર્શાવવા ઉપરાંત, તે એકદમ ધમાકેદાર પણ છે. તેને યુટ્યુબ અને ટિકટોક પર લાખો વ્યુઝ મળ્યા છે, તેની તાલ પર દુનિયાભરના મૂવી થિયેટરોમાં પ્રેક્ષકો નાચ્યા છે, અને ઓસ્કાર માટે નોમિનેટ થનારું ભારતીય પ્રોડક્શનનું પહેલુ સોન્ગ પણ છે.

 ઓસ્કારમાં પ્રેઝન્ટ થનારું પહેલુ તેલુગુ સોન્ગ બન્યું. પ્રેક્ષકોએ પણ ઉભા થઇને આ સોન્ગને સન્માન આપ્યું. જે બાદ તેનું પર્ફોરમન્સ સમાપ્ત થયું હતુ.

નાટુ નાટુએ ફક્ત પફોર્મ અને નોમિનેટ મેળવનાર જ નહીં પરંતુ ઓસ્કારમાં જીતનાર પહેલુ તેલુગુ સોન્ગ બનીને ઇતિહાસ રચ્યો છે. એમ એમ કીરવાની દ્વારા રચિત આ સોન્ગે બેસ્ટ ઓરિજિનલ સોન્ગની કેટેગરીમાં 95મા એકેડેમી અવોર્ડને જીતીને ટેલ ઈટ લાઈક અ વુમન, ટોપ ગન: મેવેરિકના હોલ્ડ માય હેન્ડ ,બ્લેક પેન્થર: વાકાન્ડા ફોરેવરના લિફ્ટ માય અપ અને એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સના ધીસ ઈઝ એ લાઈફ સોન્ગને પાછળ છોડી દીધા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application