BREAKING NEWS

પોતાનો 50મો બર્થડે યાદગાર બનાવવા મહિલાએ ફરી નાખ્યા 50થી પણ વધુ દેશ

  • December 30, 2025 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જીવન કેટલું બાકી રહ્યું છે તેની કોઈને ખબર હોતી નથી આથી જયારે પણ જેટલો સમય મળે તે મોજ થી જીવી લેવું અને ફરી લેવું એવી હકારાત્મક્તાથી જીવતી એક મહિલાએ પોતાના 50માં બર્થ ડે એ પોતાની જાતને જ એક ચેલેન્જ આપી હતી કે તે આખું વર્ષ ફરવામાં જ કાઢશે અને 50 દેશની મુલાકાત લેશે અને તેને કર્યું પણ એવું જ.

અહી વાત થઈ રહી છે ડેબોરા જેક્સન નામની મહિલાની. અહેવાલ અનુસાર દેબોરાએ 5 ડિસેમ્બર, 2024થી પોતાની યાત્રા ઈટાલીના પીસાના ઢળતા ટાવર થી શરુ કરી અને પુરા એક વર્ષ પછી ફરીથી તે ત્યાં જ પહોચી. ડેબોરાએ પોતાને આ ચેલેન્જ આપી તે પહેલાના વર્ષોમાં તે માત્ર બે જ દેશ ફરી હતી અને પછી એક વર્ષમાં 50 દેશ ફરી વળી.ડેબોરાએ જણાવ્યું હતું કે મેં વર્ષમાં 39 દિવસ એકદમ કઠીન એક દિવસીય યાત્રા પણ કરી છે.મતલબ કે સવારે નીકળી હોઉં અને સાંજે પરત.પીસાની જ વાત કરું તો ત્યાંથી મેં મારી સફર શરુ કરી અને ત્યાં જ પહોચી. હું ઢળતા મીનાર પર ચઢી, બાદમાં ટ્રેન પકડી લુક્કા ગઈ. ક્યારેક ક્યારેક તો મેં એક જ દિવસમાં બે શહેરો જોયા.તેને કહ્યું કે અહીના પીઝા લાજવાબ છે.ડેબોરાએ બે ફેરીબોટ, 6 યુરોસ્ટાર, એક બાલ્ટિક યાત્રા અને 78 ઉડાન ભરી. 9 સોલો ટુર કરી.બાકીની યાત્રા પતિ અને બે બાળકો સાથે કરી


રીગનો અનુભવ યાદગાર

ડેબોરાએ જણાવ્યું હતું કે રીગા એટલે કે લાતાવિયાનો મારો અનુભવ અત્યંત યાદગાર બની રહ્યો છે. મને પથ્થરની સડક વાળા માર્ગો અને કિલ્લેબંધ શહેર ખુબ ગમ્યા.મેં ઈટાલીનું ફ્લોરેન્સ સીટી ખુબ ગમ્યું. કેમકે તેના એક એક ખૂણામાં સુંદરતા છે. એક ઇતિહાસ છે.મેં એક સપ્તાહ ત્યાં વિતાવ્યું.તેમને વધુમાં ઉમેર્યું હતું કે મને એક દિવસમાં એક દેશ જોવાની ખુબ મજા આવી. રાતે સુતા પહેલા એક જ દીવામાં એક દેશ જોવો એ અદ્ભુત રોમાંચ છે. જોવાની ખૂબી એ છે કે મેં યાત્રામાં વધુ ખર્ચ પણ નથી કર્યા.

તેણી રીટર્ન ફ્લાઇટ પર 35 પાઉન્ડથી વધુ ખર્ચ કરતી નથી, જોકે તેણીએ લેપલેન્ડની રીટર્ન ફ્લાઇટ માટે અપવાદ રાખ્યો હતો, જેની કિંમત 60 પાઉન્ડ હતી. ડેબોરાહ શ્રેષ્ઠ ડીલ શોધવા માટે સ્કાયસ્કેનર પર ગો એનીવ્હેર ફંક્શનનો ઉપયોગ કરે છે. તેણી આગળ કહે છે: “હું ખૂબ જ ભાગ્યશાળી છું, મેં મારા મોર્ટગેજ ચૂકવી દીધા છે અને મારી પાસે ઘણા બધા ખર્ચ નથી. હું રીટર્ન ફ્લાઇટ માટે 35 પાઉન્ડ થી વધુ ચૂકવતી નથી અને પાર્કિંગ માટે ચૂકવણી કરવાની જરૂર નથી, કારણ કે હું સ્ટેન્સ્ટેડ એરપોર્ટની બાજુમાં રહું છું.

“મારી પાસે 2026 માટે મોટી યોજનાઓ છે. મારી યાદીમાં આગળ દક્ષિણ પૂર્વીય યુરોપ છે - સર્બિયા, મોન્ટેનેગ્રો, બોસ્નિયા, ક્રોએશિયા. કોઈપણ જે એક દિવસની યાત્રા પર જવાનું અથવા એકલા મુસાફરી કરવાનું વિચારી રહી છુ


ડેબોરાની યાત્રાઓની યાદી:

ડિસેમ્બર '24: પીસા, લુકા, (ઇટાલી) બ્રસેલ્સ, બ્રુગ્સ (બેલ્જિયમ) લિલી (ફ્રાન્સ), એડિનબર્ગ

જાન્યુઆરી 2025: કાર્ડિફ, લિસ્બન (પોર્ટુગલ) ગ્ડાન્સ્ક (પોલેન્ડ), એલિકેન્ટે (સ્પેન), મિલાન, બર્ગામો (ઇટાલી)

ફેબ્રુઆરી: બિલુન્ડ (ડેનમાર્ક), બર્લિન (જર્મની)

માર્ચ: મેડ્રિડ (સ્પેન), બ્રાતિસ્લાવા (સ્લોવાકિયા), રૉક્લા (પોલેન્ડ), ડબલિન, રોવાનીમી (લેપલેન્ડ), હેલસિંકી (ફિનલેન્ડ), ટેલિન (એસ્ટોનિયા),

એપ્રિલ: આઇન્ડહોવન (હોલેન્ડ), બાર્સેલોના (સ્પેન), ગોથેનબર્ગ (સ્વીડન), લક્ઝમબર્ગ

મે: ઓસ્લો (નોર્વે), નેન્ટેસ (ફ્રાન્સ), વિયેના (ઓસ્ટ્રિયા), બેડેન-બેડેન (જર્મની),

જૂન: લિમરિક, કેટોવિસ (પોલેન્ડ), ફ્લોરેન્સ (ઇટાલી), બુકારેસ્ટ (રોમાનિયા)

જુલાઈ: સાન મેરિનો (ઇટાલી), કોર્ક

સપ્ટેમ્બર: કોલોન, હેમ્બર્ગ, લુબેક (જર્મની), વેનિસ (ઇટાલી), વિલ્નિઅસ (લિથુઆનિયા), રીગા (લાતવિયા)

ઓક્ટોબર: બૌલોન (ફ્રાન્સ) બુડાપેસ્ટ (હંગેરી), રોમ (ઇટાલી), વેટિકન સિટી (ઇટાલી), સોફિયા (બલ્ગેરિયા)

નવેમ્બર: કોપનહેગન (ડેનમાર્ક), માલ્મો (સ્વીડન)

ડિસેમ્બર (2025): પીસા, લુક્કા, ફ્લોરેન્સ, પ્રાટો (ઇટાલી).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application