સુત્રાપાડા નજીક દરિયા કિનારે કાચબા અને માછલીઓના મોત

  • October 30, 2023 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથના સુત્રાપાડા ના સમુદ્ર કિનારે અસંખ્ય દરિયાઈ જીવોના મૃતદેહ મળી આવતા ચકચાર વ્યાપી છે સુત્રાપાડા સ્થિત ગુજરાત હેવી કેમીકલ્સ લિમિટેડ નામના ઔદ્યોગિક એકમ ની નજીકમાં આવેલ સમુદ્રના કિનારે વહેલી સવારે વોકિંગમાં નીકળેલ સ્થાનિક જયદીપસિંહ બારડ નામના વ્યક્તિના ધ્યાને આ ગંભીર મુદ્દો આવ્યો હતો..જયદીપસિંહના જણાવ્યા મુજબ વહેલી સવારે સમુદ્ર કિનારે અસંખ્ય કાચબા માછલા સહિતના દરિયાઈ જીવોના મૃતદેહ રોજ જોવા મળે છે સ્થાનિકોના કહેવા મુજબ ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ દ્વારા દરિયામાં પ્રદૂષણ યુક્ત પાણી છોડવામાં આવે છે અને જેના કારણે દરિયાઈ જીવો મોતને ભેટે છે. હાલ તો સ્થાનિકો દ્વારા ઔદ્યોગિક એકમ પર કરાયેલ ગંભીર આક્ષેપને પગલે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવેલ છે જે દરિયાઈ કાચબા છે તે શેડ્યુલ વનમાં આવતા હોવાથી વન વિભાગે પણ તપાસમાં ઝંપલાવ્યું છે જીએસસીએલ કંપની નજીકના સમુદ્ર કિનારે પડેલ કાચબાના મૃદેનો કબજો લઈ પીએમ અર્થે ખસેડેલ છે ત્યારે સ્થાનિકોના આક્ષેપ મુજબ ઔદ્યોગિક એકમો દ્વારા દરિયાઈ પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોય જેને અટકાવવું ખૂબ જ જરૂરી છે જોવાનું રહે છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિતનું તંત્ર ઔદ્યોગિક એકમો સામે કેવી કડક કાર્યવાહી કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application