BREAKING NEWS

અમદાવાદ વેજલપુરના ધારાસભ્ય અમિતભાઇ ઠાકરના માતુશ્રી સ્વ.વિજયાબેનનું અવસાન

  • April 04, 2026 07:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અમદાવાદ વેજલપુરના ધારાસભ્ય અમિતભાઇ ઠાકરના માતુશ્રી સ્વ.વિજયાબેન ધીરજલાલ ઠાકરનું દુ:ખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ: 06-04-2026, સોમવારે સવારે 8:00 થી 11:00 કલાકે AMC કોમ્યુનિટી હોલ, સ્પીપાની બાજુમાં, કોર્પોરેટ રોડ,પ્રહલાદનગર, અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે. અમિતભાઈ ઠાકરના માતુશ્રી સ્વ. વિજયાબેનનું અવસાન થતા તેના પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે. આજકાલ પરિવાર દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.

અમિત ઠાકર વેજલપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે સંકળાયેલા છે. 1997 થી 2004 અને 2007 થી 2010 સુધી બે ટર્મ માટે ભારતીય જનતા યુવા મોરચાના વડા તરીકે પણ સેવા આપી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News