ગાંધીનગરની એક સિવિલ કોર્ટએ મહત્વપૂર્ણ ચુકાદામાં મૃત પિતાના ડિજિટલ ડેટા પર પુત્રીનો અધિકાર માન્ય રાખ્યો છે. કોર્ટએ મહિલાને તેના સ્વર્ગસ્થ પિતાના આઈફોન અને આઈકલાઉડ એકાઉન્ટનો અકસેસ આપવાની મંજૂરી આપી હતી. આ નિર્ણય ભારતીય વારસાકીય કાયદા હેઠળ ડિજિટલ ડેટાને પણ મૃતકની સંપત્તિનો ભાગ ગણાવીને આપવામાં આવ્યો છે. આ કેસ શૈશવ શાહ નામના વ્યકિત સાથે સંબંધિત છે, જેમનું એપ્રિલ ૨૦૨૫માં અવસાન થયું હતું. તેમણે કોઈ વસીયત બનાવી નહોતી. તેમના અવસાન બાદ પત્ની અને પુત્રી સુર શાહે તેમના આઈફોન અને આઈકલાઉડમાં રહેલા ડેટા મેળવવા માટે પ્રયાસ કર્યેા હતો. પરિવારએ એપલ કંપનીનો સંપર્ક કર્યેા, પરંતુ કંપનીએ જણાવ્યું કે કોર્ટના સત્તાવાર આદેશ વગર ડેટા અકસેસ આપી શકાશે નહીં.પરિવાર તરફથી એડવોકેટ જીત ભટ્ટ મારફતે કોર્ટમાં અરજી કરવામાં આવી. પત્નીએ પણ પુત્રીને ડિજિટલ ડેટા મેળવવા માટે નો–ઓબ્જેકશન સર્ટિફિકેટ આપ્યું હતું. સુનાવણી દરમિયાન અરજદારોએ દલીલ કરી કે આઈકલાઉડ એકાઉન્ટમાં રહેલી તસવીરો, વીડિયો, વોઇસ નોટસ, દસ્તાવેજો અને કોન્ટેકટ લિસ્ટ પરિવાર માટે ભાવનાત્મક તેમજ વ્યવહા રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે.કોર્ટમાં એ પણ જણાવાયું કે કંપની આઈકલાઉડ પાસવર્ડ અથવા સિકયુરિટી રીસેટમાં મદદ કરી શકે છે, પરંતુ લોક થયેલા આઈફોનમાં રહેલો ડેટા સીધો મેળવવાની તેની પાસે ટેકિનકલ સગવડ નથી. તેથી કોર્ટ દ્રારા કાનૂની પ્રતિનિધિ તરીકે મંજૂરી જરી હતી.અરજદારો દ્રારા જાહેર જાહેરાત કરીને કોઈ વાંધો હોય તો રજૂ કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવી કે હાલનું ભારતીય કાનૂની માળખું ડિજિટલ ડેટાને સંપત્તિ તરીકે સ્વીકારવા માટે પૂરતું વ્યાપક છે. એડિશનલ સિનિયર સિવિલ જજ હિમાંશુ ચૌધરીએ પોતાના ચુકાદામાં જણાવ્યું કે આઈકલાઉડમાં રહેલો ડિજિટલ ડેટા એક મૂલ્યવાન ડિજિટલ સંપત્તિ છે અને તે મૃતકની મિલ્કતનો ભાગ ગણાય છે. કોર્ટએ જણાવ્યું કે જનરલ કલોઝિસ એકટ, ભારતીય ન્યાય સંહિતા, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ અને ઇનકમ ટેકસ એકટ જેવા કાયદાઓમાં સંપત્તિની વ્યાખ્યા એટલી વ્યાપક છે કે તેમાં ડિજિટલ ડેટાનો સમાવેશ થઈ શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application