BREAKING NEWS

મીન રાશિમાં ચંદ્ર-શનિની યુતિથી સર્જાશે 'વિષ દોષ': જાણો તમામ રાશિઓનું ભાગ્યફળ અને સાવચેતીઓ

  • June 09, 2026 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મીન રાશિમાં ચંદ્ર-શનિની યુતિથી સર્જાશે 'વિષ દોષ': જાણો તમામ રાશિઓનું ભાગ્યફળ અને સાવચેતીઓ
Dangerous 'Visha Dosha' Formed in Pisces via Moon-Saturn Conjunction: Accurate Horoscope and Precautions for All Zodiac Signs


મેષ રાશિ 
આ રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ થોડી પ્રતિકૂળ જણાઈ રહી છે. વિદેશી વેપાર કે આંતરરાષ્ટ્રીય સંપર્કોથી આર્થિક નુકસાન થવાની સંભાવના હોવાથી ખૂબ જ સાવધ રહેવું. સરકારી વહીવટી ક્ષેત્રે કામ કરતા અધિકારીઓ માટે માનસિક ચિંતાઓ વધી શકે છે. વ્યાપારિક નિર્ણયો કે મહત્વની મીટિંગ્સમાં ઉતાવળ કરવાના બદલે ગંભીરતા રાખવી જરૂરી છે. નોકરીમાં કામનું દબાણ વધવાના કારણે તબિયત ન બગાડે તેનું ધ્યાન રાખવું. વડીલોના માર્ગદર્શનથી જ મોટો નિર્ણય લેવો હિતાવહ છે.શુભ રંગ:- પીલો | શુભ અંક:- 4


વૃષભ રાશિ 
તમારા માટે સમય અત્યંત સાનુકૂળ અને ઉત્સાહવર્ધક રહેશે. પરિવારમાં મોટી બહેન તરફથી કોઈ આનંદના સમાચાર મળી શકે છે. જીવનસાથીની સલાહથી આર્થિક મોરચે મોટો ફાયદો થવાના મજબૂત સંકેતો છે. વેપારમાં પ્રગતિની નવી તકો મળશે અને અટકેલા સરકારી કે ખાનગી કામો ઉકેલાશે. જો કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય તો બપોરે 12:15 થી 02:00 વાગ્યાનો સમય ઉત્તમ છે. મુસાફરી દરમિયાન સામાનની સુરક્ષા બાબતે ખાસ બેદરકાર ન રહેવું.શુભ રંગ:- નેવી બ્લુ | શુભ અંક: 3


મિથુન રાશિ 
નવા ઉત્સાહ અને અદભુત ઉર્જા સાથે તમારો દિવસ શરૂ થશે. સર્વાર્થસિદ્ધિ યોગના કારણે બજારમાં તમારી વ્યાપારિક વ્યૂહરચનાઓ સફળ નીવડશે, જેનાથી હરીફો પાછળ છૂટી જશે. જે લોકો લાંબા સમયથી નવી નોકરીની શોધમાં છે, તેમને કોઈ મોટી સંસ્થા તરફથી આકર્ષક ઓફર આવી શકે છે. તમારી સંવાદ શૈલી કાર્યક્ષેત્રમાં કમાલ કરશે. જોકે, ઓફિસના સ્ટાફ પર બિનજરૂરી રોકટોક કરવાથી બચવું અને ખોટી લાલચોથી દૂર રહેવું.શુભ રંગ: ગોલ્ડન | શુભ અંક: 7


કર્ક રાશિ 
ભાગ્યનો ભરપૂર સાથ મળવાના કારણે ધાર્મિક અને સામાજિક કાર્યો તરફ તમારો ઝુકાવ વધશે. ભૂતકાળમાં કરેલું રોકાણ હવે મીઠા ફળ આપશે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અટકેલા નાણાં પરત મળવાથી વેપાર ફરી તેજી પકડશે. નોકરી કરતા જાતકોને કાર્યસ્થળ પર મિશ્ર પરિણામો મળી શકે છે, પરંતુ ભવિષ્ય માટે નવા અને પ્રભાવશાળી સંપર્કો ઊભા થશે. મુશ્કેલ સમયમાં પિતાનો સહયોગ સંજીવની જેવું કામ કરશે.શુભ રંગ:- વ્હાઇટ | શુભ અંક: 1


સિંહ રાશિ 
ગ્રહ ગોચર વિપરીત હોવાથી જૂની સમસ્યાઓ ફરી માથું ઊંચકી શકે છે. બજારમાંથી સમયસર પેમેન્ટ ન મળવાના કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે, જેના લીધે નવા ઓર્ડર લેવામાં મુશ્કેલી પડશે. ઓફિસમાં કામનો બોજ એટલો વધારે રહેશે કે શારીરિક થાક અને નબળાઈ અનુભવાશે. કાર્યક્ષેત્રમાં વગર વાંકે આક્ષેપો થઈ શકે છે, જેનાથી મનમાં નોકરી બદલવાના વિચારો આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓએ તણાવ મુક્ત રહીને આહાર પર ધ્યાન આપવું.શુભ રંગ:- પર્પલ | શુભ અંક:- 2


કન્યા રાશિ 
શુભ યોગોના પ્રભાવથી વ્યવસાયિક ક્ષેત્રે કરેલી મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. બજારની વધઘટ વચ્ચે પણ તમારો આત્મવિશ્વાસ ડગશે નહીં. નોકરીપેશા લોકોને ઓફિસમાં કોઈ મોટો પ્રોજેક્ટ કે નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો પોતાના લક્ષ્યાંકો સરળતાથી પૂરા કરી શકશે. વેપાર ભાગીદારો સાથે પરસ્પર અહમને કારણે નાની-મોટી અણબન થવાની આશંકા છે, તેથી વાણી પર સંયમ રાખવો જરૂરી છે.શુભ રંગ:- ઓરેન્જ | શુભ અંક:- 7


તુલા રાશિ
સામાજિક વર્તુળ અને મિત્રોની સંખ્યામાં વધારો થશે, પરંતુ ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું અનિવાર્ય છે. મોટા ઔદ્યોગિક ગૃહો કે વગદાર વ્યક્તિઓ સાથે મુલાકાત થવાથી વેપારના વિસ્તરણની નવી યોજનાઓ બનશે. પ્રોપર્ટીના ધંધામાં મોટી ડીલ ફાઇનલ થવાના યોગ છે. નોકરી કરતા જાતકો માટે વિદેશ જવાના ઉત્તમ અવસરો સજીવન થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે નવું ફોર્મ ભરવા કે શૈક્ષણિક પ્રક્રિયા શરૂ કરવા માટે બપોરે 12:15 થી 02:00 નો સમય શ્રેષ્ઠ રહેશે.શુભ રંગ: પિંક | શુભ અંક:- 5


વૃશ્ચિક રાશિ 
અચાનક જ કોઈ વિશિષ્ટ વ્યક્તિ સાથે મુલાકાત તમારા કરિયરની દિશા બદલી શકે છે. જે લોકો નવું સ્ટાર્ટઅપ કે સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માંગે છે, તેમને મોટા રોકાણકારો મળી રહેવાના ઉજળા સંકેતો છે. ઓફિસમાં તમારી વિરુદ્ધ ચાલતા ષડયંત્રો નિષ્ફળ જશે અને તમારી શ્રેષ્ઠ કાર્યક્ષમતા માટે મેનેજમેન્ટ તરફથી આર્થિક પ્રોત્સાહન કે બોનસ મળી શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે બેંક લોન લેવાના પ્રયાસો સફળ થશે.શુભ રંગ:- ક્રીમ | શુભ અંક:- 4


ધનુ રાશિ
વિષ દોષની નકારાત્મક અસરોને કારણે વ્યાપારિક નિર્ણયો ખૂબ જ સમજી-વિચારીને લેવા, ઉતાવળ કરવાથી મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. વિરોધી પક્ષ તમારા ચાલુ કાર્યોમાં અવરોધો ઊભા કરવાનો પ્રયાસ કરશે. નોકરીના સ્થળે પણ પરિસ્થિતિ સામાન્ય નહીં રહે, તેથી શાંતિ અને ધૈર્યથી કામ લેવું. બીજા પર વધુ પડતો ભરોસો રાખવાના બદલે પોતાની મહેનત પર વિશ્વાસ રાખવો. વિદ્યાર્થીઓ અને કલાકારો માટે કંઈક નવું શીખવાની તક મળશે.શુભ રંગ:- બ્રાઉન | શુભ અંક:- 8


મકર રાશિ 
સંબંધીઓ અને પરિવારના સંપૂર્ણ સહયોગથી આત્મવિશ્વાસ આસમાને રહેશે. નોકરી કરતા લોકો કોઈપણ પ્રકારના માનસિક તણાવ વગર ખૂબ જ સરળતાથી પોતાનું કામ પૂરું કરી શકશે. ખાસ કરીને દવાઓ અને માઇનિંગ ક્ષેત્રના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અણધાર્યો મોટો આર્થિક લાભ થવાની સંભાવના છે. કોઈ પ્રભાવશાળી રાજનેતાની મદદથી સરકારી અટકેલા કામો પૂરા થશે. કાર્યસ્થળ પર વધારે વિચારવાને બદલે અમલીકરણ પર ભાર મૂકવો.શુભ રંગ: સિલ્વર | શુભ અંક: 6


કુંભ રાશિ

વેપારની શૈલીમાં કરેલા સકારાત્મક ફેરફારો સાંજે આર્થિક લાભ અપાવશે. બજારમાં ગ્રાહકોને આકર્ષવા માટે તમારી ઓફર્સ હરીફો કરતા વધુ ચડિયાતી સાબિત થશે, જેના લીધે ધૂમ વેચાણ થશે. ઓફિસમાં તમારી અદભુત સંચાલન શક્તિ જોઈને વરિષ્ઠ અધિકારીઓ ખુશ થશે અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. ક્રિએટિવ અને ડિઝાઇનિંગના ક્ષેત્રના લોકોને મોટો બ્રેક મળી શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે પરંતુ સંબંધોમાં કડવાશ ન આવે તેની કાળજી રાખવી.શુભ રંગ:- બ્લેક | શુભ અંક:- 5

મીન રાશિ 
ચંદ્રમા તમારી જ રાશિમાં ભ્રમણ કરી રહ્યા હોવાથી તમારી બૌદ્ધિક ક્ષમતા અને નિર્ણય શક્તિનો વિકાસ થશે. ઓફિસના કામમાં લાંબા સમયથી આવી રહેલી અડચણો દૂર થશે અને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટના માધ્યમથી વેપારીઓને મોટા ઓર્ડર મળવાની પ્રબળ શક્યતા છે. જોકે, ઓફિસના સહકર્મચારીઓની પ્રવૃત્તિઓ પર ગુપ્ત નજર રાખવી જરૂરી છે. રમતગમતના ખેલાડીઓને કોચના માર્ગદર્શનથી મોટી સફળતા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News