અમદાવાદ શહેરમાં ડિરેકટોરેટ જનરલ ઓફ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ ઈન્ટેલિજન્સ (ડીજીજીઆઈ)ના અધિકારીઓની ટીમે છેલ્લા બે દિવસથી આરઓ વોટર પ્યુરિફાયર બનાવતી ત્રણ મોટી કંપનીઓને ત્યાં દરોડાના અંતે કુલ રૂ.૧૫ કરોડની ટેક્સ ચોરી ઝડપી પાડી છે. સોમવારથી શરૂ થયેલી તપાસ મંગળવારે રાત્રે પુરી થઈ હતી. શહેરના સરખેજ-આણદં રોડથી લઈને વેજલપુર સુધી કુલ પાંચ સ્થળે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બિલિંગ વિના માલનું વેચાણ થતું
આ અંગે ડીજીજીઆઈના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે પામ-નવકાર તથા એકસેલ વોટર સહિતની વોટર પ્યુરિફાયર કંપનીઓમાં બિલિંગ વિના માલનું વેચાણ થતું હોવાની અધિકારીઓને બાતમી મળતા કરચોરી અંગે ડિજિટલ પુરાવા તથા દસ્તાવેજોની તપાસ હાત ધરવામાં આવ્યા બાદ પામ વોટર સોલ્યુશનમાંથી ૪.૭૫ કરોડની, એકસેલ વોટર ટેકનોલોજીમાંથી ૧.૫ કરોડની તથા નવકાર વોટર સોલ્યુશનમાંથી ૮ કરોડની કરચોરી ઝડપાઈ છે.