વીંછિયા તાલુકાનાં થોરિયાળી ગામે થોડા દિવસ પૂર્વે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવાનની હત્યા કરી નાખવામાં આવી હતી. જે મામલે આઠ શખસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાંથી છ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી અને ગઇકાલે બપોરે તેઓને ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને આરોપીઓની જાહેરમાં સરભરા કરીને સરઘસ કાઢવાની માંગણી કરી હતી. પરંતુ પોલીસે ઈન્કાર કરતા જતા ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. બાદમાં આ શખોસોએ પોલીસ પર પથ્થરમારો કરાતા માહોલ તંગ બની ગયો હતો અને સ્થિતિને કાબુમાં લેવા માટે 3000થી વધુ લોકોનાં ટોળાને વિખેરવા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી તેમજ 20 જેટલા ટીયર ગેસના સેલ પણ છોડયા હતા. આ ઘટનામાં 7 પોલીસ કર્મીઓને પણ નાની-મોટી ઈજા પહોંચી હતી.બનાવ અંગે વીંછિયા પોલીસે સ્ટેશનમાં 85 શખસો સામે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસે 58 આરોપીઓને ઝડપી લીધા છે.જયારે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ ચાલી રહી છે.હાલ વીંછિયામાં પોલીસનો સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સ્થિતિ કાબુમાં હોવાનું પોલીસે જણાવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ, વિંછીયાના થોરીયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરા નામના યુવાનની 8 શખસો દ્વારા હત્યા નીપજાવવામાં આવી હતી. જે ઘટનામાં વિંછીયા પોલીસ દ્વારા કુલ 8 આરોપીઓ પૈકી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આ હત્યાનો મુખ્ય આરોપી શેખા ગભરૂભાઈ સાંબડ (રહે-વાંગધ્રા, તા-વિંછીયા), ભગવાન ઉર્ફે ભગો કાનાભાઈ કણોતરા (રહે- થોરીયાળી, તા-વિંછીયા), નવઘણ ઉર્ફે રામ ઉર્ફે રામો ભુરાભાઈ મોરી (રહે-કાનીયાડ, તા.જી.-બોટાદ), બીજલ સોમાભાઈ આલ (રહે-અમરાપુર, તા-વિંછીયા), રણછોડ ઉર્ફે અશોક મોતીભાઈ આલ (રહે-જસદણ, તા-જસદણ) અને વાઘા દેવશીભાઈ ખટાણા (રહે-થોરીયાળી, તા-વિંછીયા)ની વિંછીયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય બે આરોપીઓ દેવરાજ પોલાભાઈ સાંબડ (રહે-મોટી લાખાવડ, તા-વિંછીયા) અને કનુ ધીરૃભાઈ કરપડા(રહે-હાલ થાન, તા-સુરેન્દ્રનગર) નામના બન્ને શખ્સો હજુ ફરાર હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ યથાવત રાખવામાં આવી છે.
આ હત્યા પ્રકરણમાં ગઇકાલે બપોરના શેખા સાંબડ ઉપરાંત અગાઉ પકડાયેલા અન્ય પાંચ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. જો કે, આ અંગેની ખબર પડતા થોરીયાળી ગામ સહિત વિંછીયા-જસદણ તાલુકામાંથી મોટી સંખ્યામાં કોળી સમાજ ઉમટી પડયો હતો અને આરોપીઓનું સરઘસ કાઢીને જાહેરમાં સરભરા કરવાની માંગ કરવામાં આવી હતી.
આજે બપોરે વિંછીયા પોલીસ સ્ટેશન સામે ત્રણ હજારથી વધુ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જેથી વિંછીયા પોલીસ દ્વારા આરોપીઓનું માત્ર રિકન્સ્ટ્રક્શન જ કરવામાં આવ્યું હતું અને જાહેરમાં સરઘસ કાઢવાનો ઈન્કાર કરતા ઉશ્કેરાટ ફેલાઈ ગયો હતો.
આ દરમિયાન લોકોના ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતા ભારેલા અગ્નિ જેવી સ્ફોટક સ્થિતિ સર્જાઈ હતી. વિફરેલા ટોળાને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આમ છતાં મામલો શાંત ન પડતા પોલીસ દ્વારા 12 જેટલા ટીયરગેસ સેલ છોડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા રાજકોટ એસ.પી. હિંમકરસિંહ તાત્કાલિક વિંછીયા ખાતે દોડી આવ્યા હતા અને પોલીસ પર પથ્થરમારો કરનારા 52 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં રાજકોટ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતેથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો વિંછીયા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં સાત જેટલા પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
આ પ્રકરણમાં વીંછિયા પોલીસ સ્ટેશનમાં કુલ 82 શખસો સામે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસે હાલ 58 આરોપીઓને ઝડપી લીધા છે.જયારે અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.હાલ વીંછિયામાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ સ્થિતિ કાબુમાં હોવાનું છે.
સીસીટીવી ફૂટેજ પરથી ઓળખી આરોપીઓને ઝડપી લેવાશે: એસ.પી હિમકરસિંહ
વીંછિયામાં બનેલી આ ઘટના અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું હતું.ગઇકાલે બોપરના પોલીસ આરોપી પાસે રિકન્સ્ટ્રક્શન કરાવતી હતી દરમિયાન ટોળાએ જાહેરમાં સરઘસ કાઢવાની ગેરવ્યાજબી માગણી કરી હતી જેનાથી સ્થિતિ વણસી શકે તેમ હતી.તેમ છતા તેઓએ આ માંગણી સાથે પોલીસ સાથે ઘર્ષણ કરી પથ્થરમારો કર્યો હતો.જેથી પોલીસે ટોળાને કાબુમાં લેવા કાર્યવાહી કરી હતી.આ ઘટના ખુબજ ગંભીર છે.કાયદો હાથમાં લેનાર આરોપીઓ સામે સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.હાલ પોલીસ દ્વારા 85 આરોપીઓ પૈકી 58 ની ધરપકડ કરી લેવામાં આવી છે.જયારે અન્ય આરોપીઓને સીસીટીવી ફૂટેજ પરથી ઓળખી કાઢી તેમને ઝડપી લેવામાં આવશે.
પોલીસ, એસઆરપીની આઠ ટુકડીઓ તૈનાત
વીંછિયામાં ગઈકાલે બનેલી પથ્થરમારાની ઘટના બાદ સ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ હતી. જેથી સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લાભરની પોલીસની ટુકડીઓ તાકીદે અહીં પહોંચી ગઈ હતી. આ ઉપરાંત આજરોજ વીંછિયામાં એસઆરપીની આઠ ટુકડીઓ પણ અહીં બંદોબસ્તમાં તૈનાત કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પથ્થર મારનાર વાહનો મૂકીને ભાગ્યા, નંબર પ્લેટના આધારે ઝડપી લેવાશે
પથ્થરમારાની આ ઘટના બાદ પોલીસે લાઠીચાર્જ કરતા તોફાનીઓ અહીં વાહન રેઢા મૂકીને નાસી ગયા હતા. પોલીસે નાસી ગયેલા આરોપીઓને ઝડપી લેવા માટે આ વાહનોના નંબર પ્લેટના આધારે તેની વિગતો મંગાવી આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech