કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા, રાજીવ ચંદ્રશેખર, શિક્ષણ રાજ્ય પ્રધાન સુભાષ સરકાર સહિતના મોટા નેતાઓ પ્રજાને ન ફાવ્યા
ભાજપે ચુંટણીમાં 543માંથી 240 બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસને 99 બેઠકો મળી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ ઘણા કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી ઘણા નેતાઓ જીત્યા છે, જ્યારે ઘણાને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.
સ્મૃતિ ઈરાનીને અમેઠી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્મા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ 1.6 લાખ મતોથી હારી ગયા હતા. કેરળની તિરુવનંતપુરમ સીટ પર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર કોંગ્રેસના શશિ થરૂર સામે હારી ગયા હતા. તેઓ 16,077 થી વધુ મતોથી હારી ગયા છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીને સમાજવાદી પાર્ટીના ઉત્કર્ષ વર્માના હાથે ખેરી બેઠક પર હારનો સ્વાદ ચાખવો પડ્યો. તેઓ 34 થી વધુ મતોથી હારી ગયા. શિક્ષણ રાજ્ય પ્રધાન સુભાષ સરકાર પશ્ચિમ બંગાળની બાંકુરા બેઠક પર તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અરૂપ ચક્રવર્તી સામે 32,778 મતોના માર્જિનથી હારી ગયા છે.
કેન્દ્રીય આદિજાતિ બાબતોના પ્રધાન અને વર્તમાન સાંસદ અર્જુન મુંડા ઝારખંડની ખુંટી બેઠક પરથી 1.4 લાખ મતોથી હારી ગયા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી પણ બાડમેર બેઠક હારી ગયા છે. તેઓ આ સીટ પર ત્રીજા ક્રમે રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી એલ મુરુગન 2,40,585 લાખ મતોથી તમિલનાડુના નીલગીરીમાં ડીએમકેના એ રાજા સામે હારી ગયા. તો કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિસિથ પ્રામાણિક કૂચ બિહાર બેઠક પરથી હારી ગયા. તેઓ ટીએમસીના ઉમેદવાર સામે 39 હજાર મતોથી હારી ગયા હતા.
કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન મુઝફ્ફરનગર સીટ સમાજવાદી પાર્ટીના હરેન્દ્ર સિંહ મલિક સામે 24,000થી વધુ મતોથી હારી ગયા. કેન્દ્રીય મંત્રી ભગવંત ખુબાને બિદરમાં કર્ણાટકના મંત્રી ઈશ્વર ખંડ્રેના પુત્ર સાગર ખંડ્રેએ હરાવ્યા છે. આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોર મોહનલાલગંજ બેઠક સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આર.કે. થી હારી ગયા. ચંદૌલી સીટ પર સપા તરફથી કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર નાથ પાંદેનો પરાજય થયો અને ઇરેન્દ્ર સિંહના 21,565 મતોથી વિજેતા થયા છે. પંચાયતી રાજ રાજ્ય મંત્રી કપિલ પાટીલ મહારાષ્ટ્રના ભિવંડીમાં એનસીપી (શરદ જૂથ) ના સુરેશ ગોપીનાથ મ્હાત્રેથી હારી ગયા છે.
કોંગ્રેસના કલ્યાણ વૈજનાથ રાવ કાલેએ ભાજપના નેતા અને રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેને જાલનામાં 109,958 મતોના માર્જિનથી હરાવ્યા. એનસીપી (શરદ જૂથ) ના ભાસ્કર ભગરે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ભારતી પવારને ડિંડોરી બેઠક પર 1,13,199 મતોથી માત આપી છે.
આ સીટ પર ભાજપની મોત માર્જિનથી જીત
નાગપુર બેઠક પર નીતિન ગડકરીએ કોંગ્રેસના ઉમેદવાર વિકાસ ઠાકરેને 1.3 લાખ મતોના માર્જિનથી હરાવ્યા. ગડકરીને 6,55,027 વોટ મળ્યા. હમીરપુર બેઠક પર અનુરાગ ઠાકુરે પણ જીતનો ઝંડો ફરકાવ્યો. તેમણે હિમાચલ પ્રદેશની આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સતપાલ રાયજાદાને હરાવ્યા હતા. જી કિશન રેડ્ડીએ ફરી એકવાર સિકંદરાબાદ સીટ જીતી લીધી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવારને 49 હજાર મતોથી હરાવ્યા હતા. મધ્ય પ્રદેશના ગુના સંસદીય ક્ષેત્રમાં, જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના ઉમેદવાર રાવ યાદવેન્દ્ર સિંહને 5,40,929 મતોથી હરાવ્યા. બિહારની બેગુસરાય સીટ પર ગિરિરાજ સિંહે ફરી એકવાર જીત મેળવી છે. તેઓ ડાબેરી ઉમેદવાર પાસેથી 81 હજાર મતોથી જીત્યા હતા.
સર્બાનંદ સોનોવાલ આસામની ડિબ્રુગઢ સીટ પર 2,79,000 વોટથી જીત્યા. તેમણે આસામ રાષ્ટ્ર પરિષદના લુરીનજ્યોતિ ગોગોઈને હરાવ્યા હતા. ક્ષત્રિય સમાજને લઈને વિવાદ સર્જનાર પુરુષોત્તમ રૂપાલા પણ રાજકોટ બેઠક પર 4.8 લાખ મતોની સરસાઈથી જીત્યા છે. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ રત્નાગીરી-સિંધુદુર્ગ સીટ પરથી બીજી વખત સાંસદ વિનાયક રાઉતને હરાવ્યા અને 47 હજાર મતોથી જીત્યા છે. નિત્યાનંદ રાયે બિહારની ઉજિયારપુર લોકસભા બેઠક પરથી તેમના નજીકના હરીફ આરજેડીના આલોક મહેતાને 4,661 મતોથી હરાવ્યા છે.
અજય ભટ્ટે ઉત્તરાખંડની નૈનીતાલ-ઉધમ સિંહ નગર લોકસભા બેઠક પર કોંગ્રેસના પ્રકાશ જોશીને 3,34,548 મતોથી હરાવ્યા છે. ભૂપેન્દ્ર યાદવે, તેમની પ્રથમ લોકસભા ચૂંટણી લડી, રાજસ્થાનના અલવરમાં કોંગ્રેસના લલિત યાદવને 48,282 મતોથી હરાવ્યા. પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુએ અરુણાચલ પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસના નબામ તુકીને હરાવ્યા. તેઓ 1,00,738 મતોથી જીત્યા હતા. ગજેન્દ્ર સિંહ શેખાવતે જોધપુર સીટ 1,15,677 વોટથી જીતી છે. તેમણે કોંગ્રેસના કરણસિંહ ઉચિયારડાને હરાવ્યા હતા. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ બીકાનેર સીટ પરથી 55 હજાર મતોથી જીત્યા છે.
આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પોરબંદરથી 3,83,360 મતોની સરળ માર્જિનથી જીત્યા. ઓડિશાના સંબલપુરમાં, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન બીજુ જનતા દળ (બીજેડી) ના પ્રણવ પ્રકાશ દાસ સામે 1,19,836 મતોથી જીત્યા. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ કર્ણાટકની ધારવાડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિનોદ અસુતીને 97,324 મતોના માર્જિનથી હરાવ્યા. કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે કોંગ્રેસના ઉમેદવાર એમ.વી. ગૌડાને બેંગલુરુ ઉત્તર બેઠક પરાજય આપી 2,59,476 મતોના માર્જિનથી જીત્યા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહે લખનૌ સીટ પર 1,35,159 વોટથી જીત મેળવી હતી. તે અહીંથી ત્રીજી વખત જીત્યા છે. અમિત શાહે ગાંધીનગર સીટ 7.4 લાખ વોટથી જીતીને સનસનાટી મચાવી છે. તેમણે કોંગ્રેસના સોનલ પટેલને કારમી હાર આપી છે. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કોંગ્રેસના ઉમેદવાર ભૂષણ પાટીલને મુંબઈ ઉત્તર બેઠક પર 356,996 મતોના માર્જિનથી હરાવ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech