એપાર્ટમેન્ટસ વીંગમાં રહેતા સોસાયટી ફલેટ ધારકો માટે લાલબતી સમાન કિસ્સામાં રાજકોટની ભાગોળે ગોંડલ રોડ પર કાંગશીયાળી સર્વેમાં આવેલા સ્થાપત્ય ગ્રીન સીટી નામની સોસાયટીના સાત વિંગના ફલેટ ધારકોના મેઈન્ટેનન્સની રકમના રૂા.૧.૭૭ કરોડ પ્રમુખ જીજ્ઞેશ ધનજી વઘાસીયા ઓહ્યા કરી ગયો હોવાની શાપર વેરાવળ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. શિક્ષક મહાશય જીજ્ઞેશે સોસાયટીની રકમ પોતાના અંગત લાભ હેતુ માટે બેંકમાંથી ઉપાડી શેરબજારમાં રોકાણ કરી નાખ્યાનું બહાર આવ્યું છે.
ફરિયાદની પ્રાપ્ત વિગતો મુજબ સ્થાપત્ય ગ્રીન સીટી એપાર્ટમેન્ટ પ્રોજેકટમાં એ થી એફ છ વિંગમાં અલગ અલગ કેટેગીરીના ૧૬૮ ફલેટ આવેલા છે. આ ફલેટ ધારકોએ જયારે ફલેટ ખરીદ કર્યા ત્યારે બિલ્ડર પાસેથી મેઈન્ટેનન્સની રકમ વસુલાઈ હતી. પ્રોજેકટ ફલેટ સોંપણી બાદ આ રકમ સોસાયટીને બિલ્ડરે સુપ્રત કરી હતી. સોસાયટીના ફલેટ ધારકોએ ૧.૭૭ કરોડની રકમ ફલેટની કોમન ફેસેલીટી, પાણી, લાઈટ, સફાઈ ખર્ચ, બેંક વ્યાજમાંથી નીકળે તે માટે બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. સોસાયટીના પ્રમુખ તરીકે આ રકમને ખર્ચ માટે વિડ્રો કરવા જીજ્ઞેશ વઘાસીયા ઉપપ્રમુખ કેતન પટેલ તેમજ અન્ય એક વ્યકિત ત્રણને પાવર આપ્યા હતા. જેમાં બે વ્યકિતની સંયુકત સહીથી રૂપિયા બેંકમાંથી વિડ્રો થઈ શકે.
છેલ્લ ા ત્રણેક માસથી સોસાયટીનું વિજ બીલ ભરાયું ન હતું. જેથી ફલેટ ધારકો દ્રારા અવારનવાર પ્રમુખ જીજ્ઞેશ વઘાસીયાને કહેવાતું હતું. જીજ્ઞેશ ગલ્લ ા તલ્લ ા કર્યે રાખતો હતો. સોસાયટી રહેવાસીઓને શંકા જતાં બેંકમાં તપાસ કરી હતી. જયાંથી એવી વિગત મળી હતી કે, કટકે કટકે અલગ અલગ એકાઉન્ટના ચેકથી ૧.૭૭ કરોડની રકમ વિડ્રો થઈ ગઈ છે.
આ બાબતે ચેકમાં સાઈન ઓથોરીટી બાબતે પુછતા પ્રમુખ જીજ્ઞેશે ઉપપ્રમુખ કેતન પટેલ પાસેથી પાણી, લાઈટ, સફાઈ કામદારને પેમેન્ટ કરવાના નામે અલગ અલગ કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી. ત્યાર બાદ આ ચેક જીજ્ઞેશે વટાવીને રકમ ઉપાડી લીધી હતી.
સોસાયટી સમક્ષ કૌભાંડ ખુલ્લ ુ પડી જતાં જીજ્ઞેશે એવું પણ કથન કરી લીધું કે પોતે રકમ ઉપાડીને શેરબજારમાં રોકી દીધી હતી. ખોટ જતાં નાણાંમાં ધોવાઈ ગયો અને હાલ પોતાની પાસે નાણાં નથી. જેથી સોસાયટીના રહેવાસીઓ વતી કેતનભાઈ રામજીભાઈ પટેલ ઉ.વ.૩૮ નામના હાર્ડવેરના ધંધાર્થી યુવાને શાપર વેરાવળ પોલીસ મથકમાં અરજી કરી હતી અને જેના આધારે પીઆઈ આર.કે.ગોહીલ તથા ટીમે આરોપી જીજ્ઞેશ સામે છેતરપીંડી વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધ્યો છે. આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે. આરોપી જીજ્ઞેશ રાજકોટમાં બાલાજી હોલ પાસેની ધોળકીયા સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાનું જાણવા મળી
રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહુવામાં ચાર વર્ષ પૂર્વે થયેલી મારામારીના કેસમાં બે શખ્સોને બે, બે વર્ષની સજા
April 04, 2025 03:24 PMતે મારી બહેનની સગાઇ કેમ તોડાવી નાખી ? યુવક ઉપર પરણિત પ્રેમિકાના પુત્ર, પતિ સહીત છનો હુમલો
April 04, 2025 03:24 PMસિહોરમાં બે અલગ અલગ જગ્યાએ આગની બે ઘટના
April 04, 2025 03:24 PMરોડ કંપનીના સુપરવાઈઝરના નામે ા.૧૯.૬૨ કરોડના વ્યવહારો થયા
April 04, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech