રાજકોટમાં નીટની પરીક્ષા દરમિયાન મહિલા પરીક્ષાર્થી પાસે મોબાઇલ મળતા ગુનો નોંધાયો
રાજકોટમાં નીટની પરીક્ષા દરમિયાન મહિલા પરીક્ષાર્થી પાસે મોબાઇલ મળતા ગુનો નોંધાયો
May 04, 2026 03:00 PM
રાજકોટમાં માસ્તર સોસાયટીમાં આવેલી કસ્તુરબા વિધાલયમાં લેવાયેલ ટેટની પરીક્ષામાં એક મહિલા પરીક્ષાર્થી મોબાઇલ સાથે ઝડપાઇ હતી. કુર્તીમાં મોબાઇલ છુપાવ્યો હતો. પરંતુ ચાલુ પરીક્ષાએ મેસેજ આવતા કરતુત છતી થઇ હતી. જે અંગે અમેરલીના શેડુભાર ગામે રહેતા આ યુવતી સામે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.બનાવ અંગે રાજકોટમાં યુનિવર્સિટી ગેઈટ પાસે આવેલ નિલસીટીમાં રહેતાં અને માસ્તર સોસાયટીમાં આવેલ કસ્તુરબા વિધાલયમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જાનકીબેન હર્ષદરાય જોષીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વંદનાબેન વિજય સોલંકી (રહે. શેડુભાર, અમરેલી) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ માસ્તર સોસાયટીમા આવેલ કસ્તુરબા વિધ્યાલયમા છેલ્લા ત્રણ વર્ષથી પ્રીન્સીપાલ તરીકે નોકરી કરે છે.ગઈકાલે કસ્તુરબા વિધાલયમાં શિક્ષણ અભિચી કસોટી (માધ્યમિક) ટેટની લેખિત પરિક્ષા બપોરના ૦૩ થી ૦૬ સુધી રાય પરીક્ષા બોર્ડ ગાંધીનગર તરફથી યોજાયેલ હતી. જેમા તેઓ સ્થળ સંચાલક તરીકેની જવાબદારી નિભાવતાં હતાં. આ પરિક્ષાના યુનિટમા કુલ–૦૮ બ્લોકમાં કુલ–૧૪૫ ઉમેદવારો ફાળવેલ હતાં. જેમાં પરીક્ષામા કુલ–૧૨૯ ઉમેદવાર પરીક્ષા આપવા માટે બેઠા હતાં.આ પરીક્ષા ચાલુ હતી ત્યારે અંદાજિત પોણા ચારેક વાગ્યે બ્લોક નં.૬ ના સુપરવાઇઝર કિશોરભાઈ ગજેરા ફરીયાદી પાસે આવી જણાવેલ કે, તેમના બ્લોકમા બેઠક ક્રમાંક નં : ૧૦૭૦૦૨૩૮૮ ઉપર બેસેલ ઉમેદવાર વંદનાબેન લશ્કરી પાસે ચાલુ પરિક્ષાએ ફોનમાં મેસેજનો અવાજ આવ્યો છે, તેમ જણાવી તેણીને લાવતા તે ઉમેદવારને ચેક કરતા પ્લાઝાકુર્તીના ખીસ્સામાંથી કાળા કલરનો મોબાઈલ મળી આવ્યો અને મોબાઇલ ઉમેદવાર પાસેથી લઇ લિધેલ અને ઝોનલ અધિકારીને જાણ કરી તેમના કહેવા મુજબ ગેરરીતી અંગેની જરી કાર્યવાહી કરી હતી.અને આ ઉમેદવાર ચાલુ પરીક્ષામાં ફોન રાખી મળી આવતાં પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભગં થતા ફરીયાદ પણ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ભકિતનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે