આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
નવાબંદર મરીન પોલીસ સ્ટેશન, ઉના, કોડીનાર, સોમનાથ મરીન પોલીસ સ્ટેશન હેઠળ નરેન્દ્ર ઉર્ફે યાગી ઉર્ફે યાજ્ઞિક ભીમાભાઈ બાંભણિયા (રહે. કોબ) મુખ્ય સૂત્રધાર હોય અને ગેંગ બનાવી અનેક પ્રકારના માનવ શરીર જીંદગી અડચણ ઉભી કરી હત્પમલાના ગુના નોંધાયેલ છે. ગત તા.૨૮–૪ના કોબ ગામે સલીમભાઈ કાસુભાઈ શેખ અને તેમની પત્ની અને દીકરા ઉપર જીવલેણ હત્પમલો કર્યેા હતો. આરોપીઓ ગુનો કરવાની ટેવ વાળા હોય તેથી જૂનાગઢ રેન્જના ડી.આઇ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જીલ્લ ા પોલીસ વડા જયદીપ સિંહ જાડેજાની સૂચનાથી કુખ્યાત નરેન્દ્ર અને તેની ટોળકી વિરૂધ્ધ કડક કાર્યવાહીની સુચના આપતા નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યેા હતો. જિલ્લ ાની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એસ.વી. રાજપૂત, પીએસઆઇ એ.સી. સિંધવ, પીએસઆઇ એચ.એલ. જેબલિયા એએસઆઇ અરવિંદભાઈ જાની, પોલીસ સ્ટાફ પ્રવીણભાઈ મોરી, સંદીપભાઈ ઝણકાટ વિગર સ્ટાફે બાતમીના આધારે આરોપી મિલન અરજણભાઇ બાંભણિયા (રહે. કોબ), વિજય કુંભાભાઈ પરમાર (રહે.ભેભા)ને પકડી લીધા હતા. બાકીના પાંચ આરોપીઓ જેમા ત્રણ આરોપીઓ હાલ જેલમાં છે. બે આરોપીને પકડવાના બાકી છે જેની શોધખોળ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
રાજકોટમાં મવડી ફોર્ચ્યુંન હોટલ સામે કારમેળા, ગેરેજના દબાણો પર બુલડોઝર ફર્યું: 150 કરોડની જમીન ખુલી
સરકારી કર્મચારીઓને 5 મહિનાનું ડીએ એરિયર મળશે, પગારમાં પણ મોટો વધારો!
ભગવાન જગન્નાથની મૂર્તિનું અદ્ભુત રહસ્ય, વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથીઃ જાણીને તમારા રૂંવાટા ઉભા થઈ જશે
કાયદાનો રક્ષક જ ભક્ષક બન્યો, 13 વર્ષની દુષ્કર્મ પીડિતા પર તેના જ વકીલે બળાત્કાર ગુજાર્યો, નરાધમને પકડી જેલના સળિયા પાછળ ધકેલ્યો
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોઃ સુરતમાં ભણતરના ભારથી 12 વર્ષનો પુત્ર ઘરેથી નીકળી ગયો, પોલીસે 150 સીસીટીવી તપાસી મુંબઈના દહાણુથી શોધ્યો
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech