રાજકોટમાં ખેત જણસો સહિતની આયાત નિકાસ કરતી બે પેઢીઓના માલિકોએ ધંધાકીય વ્યવહારો પેટે દોઢ કરોડનો હવાલો વસુલવા એગ્રો ફ્લોર મિલધંધાર્થીને તત્કાલીન ડીસીબી પીએસઆઇ બોરીસાગર અને સ્ટાફે કચેરીમાં ગોંધી રાખી ઢોરમાર મારી ગુપ્તાંગમાં વીજશોક આપ્યાની કોર્ટ ફરિયાદમાં ચીફ કોર્ટ દ્વારા હાલના પીઆઇ અને તત્કાલીન પીએસઆઇ ભરતભાઇ બોરીસાગર સામે ગુનો રજિસ્ટર કરવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત એવી છે કે, ખોડિયાર એગ્રો. ફલોર મિલ્સ પ્રા. લી.વાળા રોહિત હેમંતભાઈ ચંદ્રાલાએ ધ્વની ઈન્ટરનેશનલ અને બાલાજી એકઝીમને માલ વહેંચેલ તેના બદલામાં રૂપિયા લેવાના બાકી હતા અને આ ધ્વની ઈન્ટરનેશનલ અને બાલાજી એકઝીમના માલીકે દિલીપભાઈ રણછોડભાઈ સખીયા પાસેથી રૂા. ૧.૫૦ કરોડ પુરા વ્યાજે લીધેલ હતા. જેનું વ્યાજ ચુકવતા હતા, દરમિયાન આ બાલાજી એકઝીમ અને ધ્વની ઈન્ટરનેશનલએ રોહિત હેમંતભાઈ ચંદ્રાલાને માલ પેટેના રૂપિયા જમા કરાવેલ, જે વસૂલવાનો હવાલો દિલીપભાઈ રણછોડભાઈ સખિયાએ રાજકોટ એલ.સી.બી. કચેરીના તત્કાલીન પીએસઆઇ ભરતભાઈ બોરીસાગરને હવાલો આપેલ. જેમાં ભરતભાઈ બોરીસાગરે રોહિતભાઈ ચંદ્રાલાને તા. ૩૧/ ૦૭/ ૨૦૨૩ના રોજ ગોંધી રાખી અસહ્ય માર મારી ગુપ્તાંગમાં ૧૦થી ૧૫ વખત શોર્ટ આપેલ. જેની ફરીયાદ રોહિત ચંદ્રાલાએ રાજકોટની ચીફ કોર્ટમાં દાખલ કરી હતી અને તા. ૧૧/ ૦૭/ ૨૦૨૩ના રોજ એલ.સી.બી. પી.એસ.આઈ. ભરતભાઈ બોરીસાગર અને તેના સ્ટાફના ૭ માણસો યશવંત રણછોડભાઈ સખીયા, દિલીપ રણછોડભાઈ સખીયા, નરેન્દ્રભાઈને કોર્ટ સમક્ષ હાજર રહેવા નોટિસ કાઢવામાં આવેલ. ત્યારબાદ સમગ્ર કેસ ચાલી જતા રાજકોટ ચીફ કોર્ટ દ્વારા ભરતભાઈ બોરીસાગર વિરુધ્ધ આઈ.પી.સી કલમઃ- ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) વિગે૨ે મુજબ ગુન્હો રજિસ્ટર કરવા હુકમ ફરમાવેલ છે.આ કામે ફરીયાદી વતી કોર્ટમાં વકીલ તરીકે ધારાશાસ્ત્રી મેઘરાજસિંહ એમ. ચુડાસમા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application