બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. બાંગ્લાદેશે કોલકાતા અને ત્રિપુરાથી પોતાના ૨ રાજદ્રારીઓને પાછા બોલાવ્યા છે.તાજેતરમાં અગરતલામાં બાંગ્લાદેશી હાઈ કમિશનમાં તોડફોડની ઘટના બની હતી. આ સિવાય કોલકાતામાં ડેપ્યુટી હાઈ કમિશનની બહાર પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
કોલકાતામાં બાંગ્લાદેશના કાર્યકારી ડેપ્યુટી હાઈ કમિશનર મોહમ્મદ અશરફુર રહેમાન ઢાકા ગયા છે. અહીં તેઓ બાંગ્લાદેશ સરકારના વિદેશ સલાહકાર તૌહીદ હત્પસૈનને પણ મળ્યા હતા. અહીં તેમણે અગરતલામાં થયેલા હત્પમલા અને નવીનતમ સ્થિતિ વિશે માહિતી આપી હતી. અગરતલા–કોલકાતાની ઘટના બાદ બાંગ્લાદેશમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. બાંગ્લાદેશી નેતાઓએ ગુવારે ઢાકામાં ભારતીય સાડીઓને સળગાવીને ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયનો આરોપ છે કે ૨ ડિસેમ્બરે ભારતીય હિન્દુત્વવાદી સંગઠનોના સમર્થકોએ અગરતલામાં હાઈ કમિશનમાં બાંગ્લાદેશી ધ્વજનું અપમાન કયુ હતું.
બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ અને લઘુમતીઓ પર હત્પમલાના અહેવાલો વચ્ચે પડોશી દેશના વેપારીઓ કોલકાતાના વેપાર મેળામાં આવ્યા ન હતા, પરંતુ સ્થાનિક વેપારીઓએ તેમના સ્ટોલનું સંચાલન સંભાળ્યું હતું અને તેમના ઉત્પાદનોનું વેચાણ કયુ હતું. હિતધારકોએ ગુવારે આ માહિતી આપી હતી.
ભારતીય વેપાર મેળાઓમાં પરંપરાગત જમદાની સાડીઓ અનેએફએમસીજી ઉત્પાદનો વેચવા માટે પ્રખ્યાત વેપારીઓ, બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન અને ત્યાં માનવાધિકાર સંકટને પગલે વિઝા પ્રતિબંધોને કારણે આ કામચલાઉ બજારમાં ભાગ લઈ શકયા નથી. આયોજકોના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા સાત બાંગ્લાદેશી ઉધોગપતિઓ વિઝા મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા.
બાંગ્લાદેશ ચલણી નોટમાંથી મુજીબુરની તસવીર હટાવાશે
મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે લીધો સરમુખત્યારી નિર્ણયઢાકા
બાંગ્લાદેશ શેખ મુજીબુર રહેમાનનો ફોટો ચલણમાંથી હટાવશે અને વિધાર્થી આંદોલનની ઝલકની તસ્વીર મુકશે. હવેથી મુજીબુર રહેમાન બાંગ્લાદેશી ચલણમાં જોવા નહીં મળે! મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે ફોટો હટાવવાનો નિર્ણય લીધો છે.
બાંગ્લાદેશમાં રાજકીય અને સામાજિક પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે. શેખ હસીનાની હકાલપટ્ટી બાદ દેશમાં અશાંતિનું વાતાવરણ છે. દરમિયાન, બાંગ્લાદેશે તેની ચલણી નોટોમાંથી પૂર્વ રાષ્ટ્ર્રપતિ અને દેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનની તસવીરો હટાવવાની પ્રક્રિયા શ કરી દીધી છે.બાંગ્લાદેશની સેન્ટ્રલ બેંકે માહિતી આપી હતી કે ૨૦, ૧૦૦, ૫૦૦ અને ૧,૦૦૦ ટાકાની નવી નોટોનું પ્રિન્ટિંગ શ થઈ ગયું છે. જુલાઈ ૨૦૨૩માં વિધાર્થીઓના આંદોલનની ઝલક આ નોટસમાં બતાવવામાં આવશે. આ એ જ આંદોલન હતું જેણે શેખ હસીનાને દેશ છોડવાની ફરજ પાડી હતી. દેશમાં જે નવી નોટો તૈયાર કરવામાં આવી રહી છે તેમાં ધાર્મિક સંરચના, બંગાળી પરંપરાઓ અને ચળવળ દરમિયાન બનેલી ગ્રેફિટીનો સમાવેશ થશે.
આ અંગે બાંગ્લાદેશ બેંકના એકિઝકયુટિવ ડાયરેકટર હત્પશનારા શિખાએ કહ્યું કે આગામી છ મહિનામાં નવી નોટો બજારમાં આવી જશે. બાંગ્લાદેશના નાણા મંત્રાલયે સપ્ટેમ્બરમાં નવી નોટો માટે વિગતવાર ડિઝાઇન પ્રસ્તાવ રજૂ કર્યેા હતો.
જુલાઈના વિધાર્થી આંદોલન દરમિયાન વિરોધીઓએ મુજીબુર રહેમાનની પ્રતિમાઓ અને તસવીરોને નિશાન બનાવી હતી
બીએનપી નેતાએ જાહેરમાં પત્નીની સાડી સળગાવી
બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામે વિરોધ અને હિંસાની આગ ઓછી થવાનું નામ નથી લઈ રહી. વચગાળાની સરકારની દરમિયાનગીરી ન કરવાની ઢીલી નીતિના પગલે હિંસા અને વિરોધનો દૌર વધતો ચાલ્યો છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વરિ સંયુકત મહાસચિવ હત્પલ કબીર રિઝવીએ ઢાકામાં ભારત વિદ્ધ વિરોધ પ્રદર્શન કરતી વખતે તેમની પત્નીની ભારતીય સાડીને બાળી નાખી હતી.બાંગ્લાદેશ હિંસા બીએનપી નેતા હત્પલ કબીર રિઝવીએ પત્નીની ભારતીય સાડી સળગાવી તમામ લોકોને ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવા અપીલ કરી હતી.
બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર અત્યાચારના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે એક વિવાદાસ્પદ ઘટના પ્રકાશમાં આવી છે.બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વરિ સંયુકત મહાસચિવ હત્પલ કબીર રિઝવીએ ઢાકામાં ભારત વિરોધી વિરોધ દરમિયાન તેમની પત્નીની ભારતીય સાડી સળગાવી હતી. આ દરમિયાન તેમણે ભારતીય ઉત્પાદનોના બહિષ્કારનું આહ્વાન કયુ હતું.
રિઝવીએ ત્રિપુરામાં બાંગ્લાદેશ હાઈ કમિશનમાં કથિત તોડફોડ અને બાંગ્લાદેશી ધ્વજના અપમાનનો વિરોધ કર્યેા હતો. તેણે જાહેરમાં ભારતીય સાડીઓ સળગાવી અને લોકોને ભારતીય સામાન ન ખરીદવાની અપીલ કરી. તેમણે કહ્યું, જેણે સામાન ખરીદીને આપણા રાષ્ટ્ર્રધ્વજનું અપમાન કયુ છે તેને અમે સમર્થન નહીં આપીએ. અમારી માતાઓ અને બહેનો હવે ભારતીય સાડી નહીં પહેરે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech