રાજકોટના કોઠારીયાની જમીન સંબંધે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજની રેવન્યુ નોંધ સંદર્ભે કેસમાં કલેક્ટર, ડેપ્યુટી કલેકટર તથા તાલુકા મામલતઘર દ્વારા અદાલતના હુકમનું ઉલ્લંઘન કરાતા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટીસ ઈશ્યુ કરી અદાલતમાં હાજર થવાના કોર્ટના ફરમાનથી ચકચાર જાગી છે.
આ અંગેની હકીકત મુજબ, ગાંડુભાઈ મેઘજીભાઈ માયાણી દ્વારા કોઠારીયા હેઠળની પોતાની માલિકીની અને કબ્જા ભોગવટાની ખેતીની જમીન કે જે તેઓએ રજિ. વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ હોય અને તેની રેવન્યુ નોંધ જે તે સમયે સરકાર દ્વારા રેવન્યુ રેકર્ડે પ્રમાણીત કરેલ હતી. પરંતુ નવી માપણી થતાં રેવન્યુ ઓથોરિટીની ભૂલના કારણે તેઓની માલિકીની અને કબ્જા, ભોગવટાવાળી ખેતીની જમીનની રેવન્યુ નોંધ કરેલ નહીં, જેથી તે સંબંધે ગાંડુભાઈ મેઘજીભાઈ માયાણી દ્વારા જે તે સમયે જરુરી આધાર પુરાવા સાથે સરકારને રજુઆત કરેલ. પરંતુ, સરકાર દ્વારા રેકર્ડ પરનાં માલીક ગાંડુભાઈ મેઘજીભાઈ માયાણીને એવો પ્રત્યુતર પાઠવવામાં આવેલ કે સદરહુ જમીન સ્ત્રડા વિસ્તારમાં આવે છે અને તેથી કિંમતી જમીન હોય તેથી રેવન્યુ નોંધ પ્રમાણીત થઈ શકે નહીં.
ઉપરોકત હકીકતના આધારે, ગાંડુભાઈ મેઘજીભાઈ માયાણીએ રાજકોટ એડિશનલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં પોતાની માલિકીની ખેતીની જમીનના રક્ષણ માટેનો દાવો અદાલત સમક્ષ દાખલ કર્યો હતો. આ સંદર્ભે વાદી દ્વારા જરૂરી તમામ આધાર-પુરાવાઓ, રજિ. વેચાણ દસ્તાવેજો, પ્રમોલગેશનથી તમામ રેવન્યુ નોંધો, ડીએલઆર દ્વારા પંચરોજકામ, ખુદ મામલતદારની જુબાની, કોઠારીયા ગામનું સર્વે રજિસ્ટર, જંગલ બુક, હિસ્સા ફોર્મ નં. ૪, માપણીશીટ વિગેરે દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ જેમાં તેઓ વર્ષોથી સદરહુ જમીનના માલીક અને કબ્જે ભોગવટેદાર હોય જેથી અદાલત દ્વારા તેઓનો દાવો પમંજુરષ કરવામાં આવ્યો હતો. જેથી વાદી દ્વારા
રેવન્યુ ઓથોરિટીને અદાલતના હુકમ અન્વયેની હુકમની નોંધ કરવા માટેની વિનંતી કરવામાં આવી હતી. પરંતુ, પ્રતિવાદી દ્વારા અદાલતના હુકમની કોઈ નોંધ કરેલ નહીં અને ડીલે કોન્ડોનમાં અપીલ દાખલ કરેલ હતી. આ અપીલમાં કોઈ પસ્ટેથ પ્રતિવાદીને મળેલ નહીં. વાદી સિનિયર સિટીઝન હોય, પોતાની માલીકીની ખેતીની જમીન હોવા છતાં ડીકીના ફુટ્સ મળતા ન હોય પ્રતિવાદીને દાવાવાળી જમીન સંબંધે અદાલતની પહુકમી નોંધથ પ્રમાણીત કરતા ન હોય જેથી ન છુટકે ફરીથી સિનિયર સિટીઝન ગાંડુભાઈ મેઘજીભાઈ માયાણી દ્વારા અદાલત સમક્ષ દરખાસ્ત દાખલ કરવામાં આવેલ, જે દરખાસ્તમાં અદાલત દ્વારા
હુકમનામાની અમલવારી કરી ૩૦ દિવસમાં રિપોર્ટ કરવાનું પ્રતિવાદી અને સરકારને અદાલતે જણાવેલ, તેમછતાં નિયત સમય મર્યાદામાં અદાલતને હુકમનું પાલન કરેલ ન હોય જેથી મુળ વાદી ડીકી હોલ્ડરે અદાલતના હુકમનો તિરસ્કાર કરવા બદલ અરજી કરતાં અદાલતે પ્રતિવાદી અને સરકારના અધિકારીઓ, કલેકટર, ડેપ્યુટી કલેક્ટર તથા રાજકોટ તાલુકા મામલતદારને અદાલતમાં હાજર થવા ફરમાન કર્યું છે. આ કામમાં વાદી તરફે એડવોકેટ પરેશ માર, દિલીપ ચાવડા, હાર્દિક જાદવ તેમજ આસીસ્ટન્ટ તરીકે અનિરુધ્ધ સોલંકી, પ્રતિક પંડયા, દર્શિત ટોળીયા, એસા ટાંક રોકાયા છે.