કવિ આપના મોગલ છેડતા કાળો નાગ લોકગીતના અનધિકૃત ઉપયોગ સામે કોર્ટનો મનાઇ હુકમ

  • September 06, 2023 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોપી રાઇટ અંગેના કેસમાં સ્પે.કોર્ટે કવિ આપના મોગલ છેડતા કાળો નાગ ગીતના અનઅધિકૃત ઉપયોગ ઉપર સ્ટુડિયો અને તેના માલિકના નામ જોગ મનાઇ હુકમ ફરમાવ્યો છે.
જાણીતા કવિ , લેખક, ગાયક, સ્વરકાર, સંગીતકાર સ્વ. આપાભાઈ ગઢવી (કવિ આપ) ના કાવ્યવારસાનું જતન, સંવર્ધન અને સંરક્ષણની જવાબદારી સંભાળતાં તેમના વારસ પુત્ર નરહર આપાભાઈ ગઢવીએ અત્રે રાજકોટના સ્ટુડિઓ શિવના ભાવિન રસીક ખખ્ખર પર કવિ આપ ના મોગલ છેડતાં કાળો નાગ , આશાપુરાની ચુંદડી આદિ ગીત–ગરબાઓનો યુટુબ પર અનઅધિકૃત વપરાશ કરતાં હોવા અંગે ડિસ્ટ્રીકટ કોર્ટ  કોમર્શિયલ કોર્ટમાં બે દાવા દાખલ કર્યા હતા. જેમાં સામેવાળા સ્ટુડિઓ શિવ અને ભાવિન રસીક ખખ્ખર પોતાના કથિત કાયદેસર  વપરાશના કોપીરાઈટ અંગે કોઈ પુરાવો પૂરો પાડી ન શકતાં કોમર્શિયલ કોર્ટએ કોપીરાઈટ સંદર્ભે આપાભાઈ ગઢવીના ગીત– ગરબાઓ પર એમના કાયદેસરના વારસદાર પુત્ર નરહર આપાભાઈના ગઢવીના માલીકી હક્કને બહાલ રાખેલ છે અને કવિ આપના સદરહત્પ ગીત– ગરબાઓના અનઅધિકૃત વપરાશને અટકાવતો મનાઈહત્પકમ સ્ટુડિઓ શિવ અને ભાવિન રસીક ખખ્ખર વિદ્ધ જારી કરેલ છે. કવિ આપની કૃતિના અનઅધિકૃત ઉપયોગ કરતાં લોકો માટે આ ચુકાદો લાલબતી સમાન છે.રાજકોટના લિગલ એડ સર્વિસ તરફથી સદરહત્પ કેસમાં હાલ વકીલશ્રી ચંદ્રશેખર એલ. ધ્રુવ અને પૂર્વે એડવોકેટ તારક એમ. સાવંતે સેવા આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application