BREAKING NEWS

જામનગરમાં પ્રેમલગ્ન કરનાર દંપતિને ફોન પર ધમકી

  • January 01, 2026 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં પ્રેમલગ્ન કરનાર એક યુવાનને તથા તેની પત્નીને ફોન પર મારી નાખવાની ધમકી દીધાની ધ્રોલના શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. જયારે બીજા બનાવમાં યુવક-યુવતિ નાશી ગયા હોય દરમ્યાનમાં મહિલા દ્વારા તેની દિકરીને સમજાવવા અને મળવા માટે પ્રયત્ન કરતા હોય જે બાબતનો ખાર રાખીને સામેવાળા દ્વારા ફરીયાદીના પતિને ફોન પર ધમકી આપતા મામલો પોલીસમાં પહોચ્યો છે. 


જામનગરના દિ.પ્લોટ-૪૭માં આવેલ ગોલ્ડન પ્લાઝા ખાતે રહેતા પુનિત દિવાનભાઇ સિંધી (ઉ.વ.૨૬) નામના યુવાને ધ્રોલના ગાયત્રીનગરમાં રહેતા અનિરૂ =ઘ્ધસિંહ ગંભીરસિંહ જાડેજા નામના શખ્સ સામે બીએનએસ કલમ ૩૫૧(૩), ૩૫૨ મુજબ ફરીયાદ નોંધાવી હતી.


આશરે બે વર્ષ પહેલા ફરીયાદીના પત્નીની સગાઇ આરોપી સાથે થયેલ હોય અને એકાદ વર્ષ અગાઉ તેણી સાથે ફરીયાદીએ જામનગર ખાતે પ્રેમલગ્ન કરેલ હોય જેનો ખાર રાખીને આરોપી અનિ‚ઘ્ધસિંહે બે દિવસ પહેલા ફરીયાદી યુવાનને તળાવની પાળ પાસે હતા ત્યારે ફોન કરીને જેમતેમ અપશબ્દો બોલી તેમજ ફરીયાદી તથા તેના પત્ની અને દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 


અન્ય બનાવમાં જામનગરના શરૂ સેકશન રોડ ઇશ્ર્વરનગર એપાર્ટમેન્ટમાં રહેતા કીર્તીબેન જીતેન્દ્રભાઇ ઘેટીયા નામની મહિલાએ સીટી-બી ડીવીઝનમાં ગઇકાલે રાજકોટના નગરપીપળીયા ગામના દેવેન ગોહેલ, એક અજાણી મહિલા તથા ડી.કે. ઓડેદરા રહે. રાજકોટ ૩ની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી. 


ફરીયાદીની દિકરી તથા આરોપી દેવેનના દિકરા બંને નાશી ગયેલ હોય અને ફરીયાદી તેની દિકરીને સમજાવવા અને મળવા માટે પ્રયત્ન કરતા હોય જે બાબતનો ખાર રાખીને આરોપી દેવેન દ્વારા ફરીયાદીના પતિ જીતેન્દ્રભાઇને ફોન પર અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા અન્ય બે આરોપીઓ દ્વારા ફોન પર ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application