રાણાવાવ નજીક જામ્બુવંતીની ગુફા ખાતે ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં કથાનું રસપાન કરવા માટે જતા ભાણવડ નજીક કલ્યાણપરના વયોવૃધ્ધ દંપતીનું બાઇક કાર સાથે અથડાતા બીલેશ્ર્વર નજીક સર્જાયેલા આ અકસ્માતમાં પતિ-પત્નીના મોત થતા ભારે અરેરાટી ફેલાઇ છે.
બનાવની વિગત એવી છે કે કલ્યાણપરના આશિષગીરી તોફાનગર અપારનાથી નામના યુવાને રાણાવાવ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા તોફાનગર આનંદગર અપારનાથી અને માતા રમાબેન બંને બાઇકમાં જામ્બુવંતી ગુફા ખાતે ભાગવત સપ્તાહમાં કથાનું રસપાન કરવા જતા હતા ત્યારે બીલેશ્ર્વર નજીક સાજણાવાળા નેશ પાસે તેમના બાઇકનું કાર સાથે અકસ્માત થતા બંનેને ગંભીર ઇજા થઇ હતી અને માતા રમાબેનને ૧૦૮ મારફતે અને પિતા તોફાનગરને ખાનગીવાહનમાં રાણાવાવની સરકારી હોસ્પિટલે લવાતા બંનેનું મોત નિપજ્યુ હતુ જેમાં સફેદ રંગની કારના ચાલકે બેફિકરાઇથી કાર ચલાવીને અકસ્માત સર્જયો હતો આગળની તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ શું છે ભગવાન શ્રી કૃષ્ણની જાનના રથને દોડાવવાની પરંપરા
April 04, 2025 10:49 AMતરસાઈમાં શ્રમિક યુવાનનું થ્રેસર મશીનમાં આવી જતાં મૃત્યુ
April 04, 2025 10:34 AMજામનગરના ત્રણ પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે પ્રમોશન અપાયા
April 04, 2025 10:28 AMજામનગરના વેપારીને ચેક પરતના કેસમાં બે વર્ષની જેલસજાનો આદેશ
April 04, 2025 10:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech