સુલતાનપુરમાં દંપતી અને પુત્ર પર સાત શખસોનો લાકડી વડે હુમલો

  • September 16, 2023 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના સુતલાનપુરમાં રહેતા દંપતી અને તેના પુત્ર પર ગામમાં જ રહેતા સાત શખસોએ લાકડી વડે હુમલો કરી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતાં.આ અંગે મહિલાની ફરિયાદ પરથી પોલીસે મારામારી,ધમકી અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.ઘર પાસે દધ દેવા આવેલા શખસે બુલેટમાં લીવર મારી સાયલન્સરનો મોટેથી અવાજ કરતો હોય જેથી તેને સમજાવવા જતા ડખ્ખો કર્યો હતો.
​​​​​​​
બનવાની જાણવા મળતી વિગતો મુજબ,ગોંડલ તાલુકાના સુતલાનપુર ગામે રહેતા મંજુલાબેન કાંતિભાઇ બગડા દ્વારા સુલતાનપુર પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં સુતલાનપુરમાં રહેતા દિનેશ ગોહાભાઇ રબારી,રવિ ઉર્ફે ભાણો રબારી,દિપક વસ્તાભાઇ રબારી,કસા રબારી તથા ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.


મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તા.૧૪ ના રાત્રીના નવ વાગ્યા આસપાસ તે તથા તેમના પતિ અને પુત્ર સહિતના ઘરે હતા ત્યારે અહીં ઘર નજીક આરોપી દિનેશ રબારી બુલેટ લઇ દુધ દેવા માટે નિકળ્યો હતો.તેણે ફરિયાદીના ઘર પાસે આવી બુલેટને લીવર મારી સાયલન્સરનો અવાજ કરતા ફરિયાદીના પુત્ર અલ્પેશે ઘર બહાર આવી અવાજ કરવાની ના કહેતા દિનેશ ઉશ્કેરાયો હતો અને તે અલ્પેશ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.દરમિયાન મંજુલાબેન અને તેમના પતિ કાંતિભાઇ સમજાવવા માટે બહાર આવતા તે વધુ ઉશ્કેરાયો હતો અને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કરી અલ્પેશને લાફા મારી દીધા હતાં.


બાદમાં દિનેશે ફોન કરતા અન્ય આરોપીઓ આવી ગયા હતાં.તેમણે અલ્પેશ અને તેના પિતા કાંતીભાઇને લાકડી વડે મારમાર્યો હતો તેમજ ફરિયાદી મંજુલાબેન વચ્ચે પડતા તેમની સાથે પણ ઝપાઝપી કરી મારકૂટ કરી હતી.આ શખસોએ જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે મહિલાની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૩, ૫૦૪,૫૦૬(૨),૧૧૪ અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application