દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ કેરળના કોલ્લમમાં ખુલ્લી મુકવામાં આવી છે. આ કોર્ટમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એકટ હેઠળના કેસની ઝડપી સુનાવણી કરવામાં આવશે.જો કે આ કોર્ટમાં કેસની સુનાવણી સપ્ટેમ્બરથી શ થશે, આ પહેલ સફળ થશે તો વધુ ઓન–કોર્ટની સ્થાપના અંગે વિચારાશે.
આ ડિજિટલ કોર્ટમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એકટ હેઠળના કેસની સુનાવણી થશે. આ કોર્ટનું ઉદઘાટન સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ બી.આર. ગવઇએ કયુ હતું. ડિજિટલ કોર્ટમાં પ્રારંભિક ફાઇલિંગથી લઈને અંતિમ નિર્ણય સુધીની તમામ કામગીરી ડિજિટલ રીતે કરવામાં આવશે.
કેરળમાં શ થયેલી દેશની પ્રથમ ડિજિટલ કોર્ટનું નામ '૨૪૭ ઓન કોર્ટ' રાખવામાં આવ્યું છે. કોર્ટમાં ચાલી રહેલા કેસોની સુનાવણી સપ્ટેમ્બર ૨૦૨૪થી શ થશે. માહિતી અનુસાર, જો આ પહેલ સફળ થશે તો રાયમાં વધુ જગ્યાઓ પર ઓન–કોર્ટની સ્થાપના થઈ શકે છે.
આ કેસોની થશે સુનાવણી
ડિજીટલ કોર્ટ '૨૪૭ ઓન (ઓપન એન્ડ નેટવકર્ડ) કોર્ટ' શઆતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એકટ હેઠળના કેસોની સુનાવણી કરશે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ એ પ્રોમિસરી નોટસ, બિલ્સ આફ એકસચેન્જ અને ચેકને લગતો કાયદો છે. હાઈકોર્ટના અધિકારીઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ચેક બાઉન્સના કેસો એનઆઈ એકટના કુલ પેન્ડિંગ કેસના દસ ટકા જેટલા છે.
શું છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એકટ
નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એકટ ની કલમ ૧૩૮ હેઠળ ચેક બાઉન્સ થવો એ સજાપાત્ર ગુનો છે. જો વ્યકિત દોષિત ઠરે તો, સજા ચેકની રકમના બમણા દડં અથવા વધુમાં વધુ બે વર્ષની કેદ અથવા બંને થઈ શકે છે. કેરળ હાઈકોર્ટના જસ્ટિસ રાજા વિજયરાઘવન વીએ કહ્યું છે કે ટેકનોલોજીને કોર્ટ સાથે જોડવાથી પ્રક્રિયા સરળ બનશે. તેમણે કહ્યું કે ડિજિટલ કોર્ટમાં સ્માર્ટ શેડુલિંગ સિસ્ટમ હશે, જેથી સુનાવણી સમયસર થઈ શકે. ફરિયાદીઓને મદદ કરવા માટે, તેમને તેમના કેસની વાસ્તવિક સમયની સ્થિતિ બતાવવામાં આવશે. આ સિવાય કોર્ટને બેંક અને પોલીસ જેવી મહત્વની સંસ્થાઓ સાથે જોડવામાં આવશે, જેનાથી માહિતીનું આદાન–પ્રદાન સરળ બની શકશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech