BREAKING NEWS

દાઢી, નિકાબ અને અરબી શબ્દોના ઉપયોગને કટ્ટરવાદ સાથે જોડતી એસઓપી પર વિવાદ

  • July 17, 2026 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયસભાના સાંસદ જોન બ્રિટ્ટાસે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને રાયમાં કાર્યરત એન્ટી–રેડિકલાઇઝેશન સેલ (એઆરસી) માટે બનાવાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે યાં સુધી એ સ્પષ્ટ્ર ન થાય કે એસઓપી કોઈ વ્યકિતની ધાર્મિક ઓળખ, પહેરવેશ અથવા ભાષાના આધારે પ્રોફાઇલિંગ કે દેખરેખને પ્રોત્સાહન આપતી નથી, ત્યાં સુધી તેનો અમલ અટકાવવો જોઈએ.
બ્રિટ્ટાસે ૧૪ જુલાઈના પત્રમાં ઉલ્લેખ કર્યેા છે કે ગુજરાત પોલીસના સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો દ્રારા બહાર પાડવામાં આવેલી એસઓપીમાં કેટલાક એવા વર્તનને રેડિકલાઇઝેશન(કટ્ટરવાદ)ના સંકેત તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેમ કે અચાનક દાઢી રાખવી, નિકાબ પહેરવો, સામાન્ય વાતચીતમાં અરબી શબ્દોનો ઉપયોગ કરવો, વિશ્વમાં મુસ્લિમો સાથે બનેલી ઘટનાઓ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપવી, ધાર્મિક કારણોસર અભ્યાસ અથવા નોકરી છોડવી અને ધાર્મિક આગેવાનો સાથે વારંવાર મુલાકાત કરવી.
તેમણે દલીલ કરી કે જો આ વિગતો સાચી હોય તો તે બંધારણ દ્રારા મળેલા ધાર્મિક સ્વાતંય અને સમાનતાના અધિકારો સાથે અસંગત છે અને સામાન્ય ધાર્મિક આચરણને શંકાના દાયરામાં લાવે છે. એઆઈએમઆઈએમના પ્રમુખ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ એસઓપીની ટીકા કરતાં કહ્યું કે નમાઝ અદા કરવી, મસ્જિદમાં જવું અથવા ચોક્કસ પ્રકારનો પહેરવેશ અપનાવવો કોઈને કટ્ટરવાદી સાબિત કરતું નથી.
બીજી તરફ, એસઓપીના ડિટેકશન વિભાગમાં ખાતર જેવા ડુઅલ–યૂઝ રસાયણોની ખરીદી, મોટી સંખ્યામાં એલપીજી સિલિન્ડર એકત્ર કરવાં, જંગલ વિસ્તારમાં વારંવાર જવું, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, અફઘાનિસ્તાન અથવા ગલ્ફ દેશોના સંપર્કમાં રહેવું, વીપીએન અને સિલ જેવી એન્ક્રિપ્ટેડ એપ્સનો ઉપયોગ, આઇએસઆઈએસ અથવા અલ–કાયદા સંબંધિત સોશિયલ મીડિયા એકાઉન્ટસને અનુસરવા જેવા મુદ્દાઓને પણ સંભવિત સંકેતો તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે એઆરસીનો હેતુ માત્ર ગુનાહિત તપાસ કરવો નથી, પરંતુ કટ્ટરપંથી વિચારોના પ્રભાવમાં આવેલા યુવાનોને મુખ્ય પ્રવાહમાં પરત લાવવાનો છે. તે માટે મનોચિકિત્સકો, ધાર્મિક આગેવાનો, એનજીઓ અને સોશિયલ મીડિયા ઇન્લુએન્સર્સની મદદ લેવામાં આવે છે.
અધિકારીએ ભારપૂર્વક કહ્યું કે આ પ્રક્રિયા કોઈ ધર્મ કે સમુદાયને નિશાન બનાવવા માટે નહીં, પરંતુ રાયમાં ઉગ્રવાદ સામે અસરકારક રીતે કામ કરવા માટે બનાવવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application