અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ પન્નુ કેસમાં રોના ભૂતપૂર્વ એજન્ટ વિકાસ યાદવને લઈને પંજાબી અને હિન્દીમાં વોન્ટેડ પોસ્ટર જારી કર્યા છે.અમેરિકન તપાસ એજન્સીના આ પગલાથી આશ્ચર્ય એટલા માટે છે કે વિકાસ ફરાર નથી, જામીન મુકત છે. ભારતીય સત્તાવાળાઓએ એફબીઆઈનું ધ્યાન દોયુ છે કે યાદવ હાલમાં કથિત લૂંટના આરોપમાં જેલમાં બધં થયા બાદ જામીન પર છે.
શીખ અલગતાવાદી ગુરપતવતં સિંહ પન્નુની હત્યાનું અસફળ કાવતં ઘડવાના આરોપી વિકાસ યાદવ વિદ્ધ એફબીઆઈના નવા પગલાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. યુએસ તપાસ એજન્સીએ બરતરફ કરાયેલા રો ઓપરેટિવને પકડવા માટે પંજાબી અને હિન્દીમાં 'વોન્ટેડ' પોસ્ટર બહાર પાડા છે. યાદવનું પોસ્ટર એફબીઆઈની વેબસાઈટ પર પહેલાથી જ હતું. નોટિસથી ઘણાને આશ્ચર્ય થયું કારણ કે યારે યાદવ ફરાર નથી, ત્યારે ભારતીય સત્તાવાળાઓએ તેમના યુએસ સમકક્ષોને જાણ કરી હતી કે તે કથિત લૂંટ માટે જેલમાં હતા અને હાલમાં જામીન પર બહાર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે યાદવને પકડવામાં એફબીઆઈની અસામાન્ય ચિ શીખ ફોર જસ્ટિસ (એસએફજે)ના વડા ગુરપતવતં સિંહ પન્નુ દ્રારા ફેલાવવામાં આવેલી અફવાઓને કારણે છે. . યાદવ પર ન્યૂયોર્કની કોર્ટમાં પન્નુની હત્યાનું કાવતં ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આમાં એફબીઆઈએ ભારતીય મૂળના કથિત ડ્રગ ડીલર નિખિલ ગુાની પણ ધરપકડ કરી છે.
વિકાસ સહિત ગુપ્ત સામે કેસ
ગુપ્ત ચેક રિપબ્લિકના અધિકારીઓએ ગયા વર્ષે જૂનમાં યુએસ સરકારની વિનંતી પર પ્રાગ એરપોર્ટ પરથી અટકાયતમાં લીધી હતી. તેના પર કથિત રીતે એક પોલીસ અધિકારી સાથે કામ કરવાનો અને પન્નુની હત્યા કરવા માટે ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીના જાણકારને નોકરી પર રાખવાનો આરોપ હતો. ગુાને બાદમાં નવેમ્બર ૨૦૨૩ના પહેલા સાહની આસપાસ યુએસ સત્તાવાળાઓને સોંપવામાં આવ્યો હતો. આના થોડા સમય પહેલા ન્યૂયોર્કની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
વિકાસનું પ્રત્યાર્પણ આસાન નહીં હોય
એફબીઆઈના પ્રયાસો દર્શાવે છે કે યાદવ યુએસ કાયદા અમલીકરણ માટે ટોચની પ્રાથમિકતા છે. જો કે, તેની ધરપકડ અને ત્યારબાદ પ્રત્યાર્પણ એ આસાન કામ નથી. ભારત સરકાર બે પેન્ડિંગ પ્રત્યાર્પણ અંગે તેની માંગણીને પુનરાવર્તિત કરે તેવી શકયતા છે. તેમાંથી એક પૂર્વ ડીઇએ માહિતી આપનાર ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાની છે, જે એલઇટીનો ઓપરેટિવ છે. હેડલીએ મુંબઈમાં ૨૬૧૧ની તબાહી સર્જનાર ગેંગની શોધખોળ કરી હતી. યારે અન્ય એક તહવ્વુર રાણા છે, જે આ કેસમાં વોન્ટેડ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech