BREAKING NEWS

10 લાખ ગેમિંગ એક્સપર્ટને નોકરી અપાશે, દેશની 15,000 સ્કૂલો અને 500 કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થપાશે, જાણો બજેટમાં શિક્ષણ ક્ષેત્રનું શું મળ્યું

  • February 01, 2026 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે રજૂ કરેલા કેન્દ્રીય બજેટ 2026માં ડિજિટલ યુગના ઉભરતા કન્ટેન્ટ ક્રિએટર્સ અને એનિમેશન ક્ષેત્ર માટે પણ મહત્ત્વની જાહેરાતો કરી હતી. કેન્દ્ર સરકારે દેશમાં એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ સેક્ટરની વધતી જતી શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્ર પર પણ ભાર મૂક્યો હતો. 

બજેટમાં ગેમિંગ ક્ષેત્ર માટે પણ મહત્ત્વની જાહેરાત કરાઈ હતી. આ ક્ષેત્ર માટે દસ લાખથી વધુ પ્રોફેશનલને હાયર કરાશે. એક નવી કન્ટેન્ટ ક્રિએટર લેબનું સેટ અપ કરાશે અને તેના થકી લોકોને કન્ટેન્ટ ક્રિએશન શીખવવામાં આવશે. નાણા મંત્રીએ જાહેરાત કરી હતી કે, દેશભરની 15,000 ઉચ્ચતર માધ્યમિક અને 500 કોલેજોમાં 'કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ' સ્થાપવામાં આવશે. આ પહેલ મુંબઈ સ્થિત 'ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી'ના સહયોગથી શરૂ કરાશે. આ લેબ્સ દ્વારા વિદ્યાર્થીઓને નાનપણથી જ ક્રિએટિવ ટેકનોલોજી અને ડિજિટલ કન્ટેન્ટ નિર્માણની તાલીમ મળશે.


વર્ષ 2030 સુધીમાં 20 લાખ પ્રોફેશનલ્સની જરૂરિયાત એનિમેશન અને ગેમિંગ ઉદ્યોગના મહત્ત્વ પર ભાર મૂકતા સીતારમણે જણાવ્યું કે, ભારતનું એવીજીસી સેક્ટર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. એક અંદાજ મુજબ વર્ષ 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 20 લાખ કુશળ પ્રોફેશનલ્સની જરૂરિયાત ઊભી થશે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે શાળાઓ અને કોલેજોમાં આ પ્રકારની લેબ્સ તૈયાર કરવી અનિવાર્ય છે. ડિઝાઇનિંગ ક્ષેત્રે પણ ભારતે હરણફાળ ભરી છે, પરંતુ હજુ પણ દેશમાં કુશળ ભારતીય ડિઝાઇનરોની અછત વર્તાઈ રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે નાણા મંત્રીએ દેશમાં વધુ એક નવી 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન' સ્થાપવાની દરખાસ્ત મૂકી હતી. જેનાથી ડિઝાઇન એજ્યુકેશન અને ડેવલપમેન્ટને વેગ મળશે.


આ બજેટમાં માત્ર કન્ટેન્ટ જ નહીં, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ગેમિંગ અને ટેલિકોમ સેક્ટરમાં નવા સંશોધનો માટે સરકાર ઈકોસિસ્ટમ તૈયાર કરવા માંગે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજુ કરતા જણાવ્યું હતું કે, દેશને સોશિયલ મીડિયા પ્રોફેશનલ્સની જરૂર છે. આ એક ઝડપથી વિકસતો ઉદ્યોગ છે અને 2030 સુધીમાં દેશને આવા 20 લાખ પ્રોફેશનલ્સની જરૂર પડશે. આ બાબતને ધ્યાનમાં રાખીને નાણામંત્રીએ એક નવી યોજનાની જાહેરાત કરી છે. જેના હેઠળ 15,000 માધ્યમિક શાળાઓમાં કન્ટેન્ટ ક્રિએટર્સ તૈયાર કરવા માટે લેબ્સ બનાવવામાં આવશે.


આઇઆઇસીટીની દેખરેખમાં પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી (આઇઆઇસીટી)ની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવશે, જેને સરકાર સીધો ટેકો આપશે. આઇઆઇસીટી જ આ શાળાઓમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ તૈયાર કરશે. શાળાઓ ઉપરાંત 500 કોલેજોમાં પણ આવી લેબ્સ બનાવવામાં આવશે. આ પગલું માત્ર યુવાનોને રોજગારીની નવી તકો જ નહીં આપે, પરંતુ ભારતને વૈશ્વિક સ્તરે 'કન્ટેન્ટ હબ' તરીકે પણ સ્થાપિત કરશે. નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે, સોશિયલ મીડિયા આજે માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ એક ઉભરતો ઉદ્યોગ છે. જેમાં ડેટા એનાલિટિક્સ, ગ્રાફિક ડિઝાઇનિંગ અને ડિજિટલ માર્કેટિંગ જેવા અનેક ક્ષેત્રો સામેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News