મગફળીનું સેવન આ 5 લોકો માટે થઈ શકે છે નુકસાનકારક

  • September 30, 2024 08:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શું જાણો છો કે 'ગરીબની બદામ' કહેવાતી મગફળીનું સેવન દરેક માટે ફાયદાકારક નથી હોતું? જાણો મગફળીની કેટલીક આડઅસર, જે કેટલાક લોકો માટે સમસ્યા બની શકે છે.


વજન ઘટાડવામાં મુશ્કેલી


અલબત્ત, તે સ્વાદિષ્ટ હોય છે અને તેમાં ઘણા સારા પોષક તત્વો હોય છે  પરંતુ તે ઉચ્ચ કેલરીવાળો ખોરાક હોવાથી વધુ પડતી મગફળી ખાવાથી વજન ઝડપથી વધી શકે છે અને વજન ઘટાડવું મુશ્કેલ બની શકે છે. તેથી જો વજન ઘટાડવા માંગો છો, તો આહારમાં મગફળીને ખૂબ જ સમજી વિચારીને સામેલ કરવી જોઈએ.


નબળું  પાચનતંત્ર


જો વારંવાર ગેસ, એસિડિટી અને અપચો જેવી પાચન તંત્રને લગતી સમસ્યાઓથી પીડાતા હોય તો મગફળીનું સેવન ખૂબ જ ધ્યાનથી કરવું જોઈએ. જો સ્વાદ પ્રમાણે તેમાંથી થોડું વધારે પણ ખાશો તો આ સમસ્યા ઘણી વધી શકે છે.


બ્લડ પ્રેશરની સમસ્યા


હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે પણ મગફળી ખાવી સમસ્યા બની શકે છે. મગફળીમાં મીઠું હોતું નથી પરંતુ જ્યારે તેને મીઠું નાખીને શેકવામાં આવે છે અથવા પીનટ બટરના રૂપમાં ખાવામાં આવે છે ત્યારે મીઠાની માત્રા વધી જાય છે. વધુ પડતા મીઠાનું સેવન કરવાથી રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે, જેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે.

એલર્જીની સમસ્યા


ઘણા લોકોને મગફળી ખાધા પછી એલર્જીની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. તેના લક્ષણો વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોય શકે છે અને થોડી મિનિટોથી થોડા કલાકોમાં દેખાઈ શકે છે.  જેમ કે ખંજવાળ, ફોલ્લીઓ, સોજો, ઝાડા, ઉલટી, ઉબકા, પેટમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખવું, વહેતું નાક, આંખોમાં પાણી આવવું અને ગળામાં દુખાવો.


યુરિક એસિડની સમસ્યા


શું જાણો છો કે મગફળીના વધુ પડતા સેવનથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ પણ વધી શકે છે. આથી જે લોકોને પહેલાથી જ આર્થરાઈટિસ અથવા હાઈપરયુરિસેમિયા હોય તેમણે સીમિત માત્રામાં મગફળીનું સેવન કરવું જોઈએ. વધુ માત્રામાં મગફળી ખાવાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી શકે છે, જે સંધિવાના લક્ષણોને વધુ ખરાબ કરી શકે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application