બોટાદ જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ માટે એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. લોકો દર્શન કરવા દેશ અને વિદેશથી અહીં આવતા હોય ત્યારે આગામી દિવસોમાં માત્ર ધામ નહિ પણ એક પર્યટક સ્થળ બનશે હાલ અહિ વિરાટ 54 ફૂટની હનુમાનજી દાદાની મૂર્તિની કામગીરી પૂર્ણ થવાના આરે છે, જે મૂર્તિ આજે હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ દાદાના દરબારમાં લોકો માટે ખુલ્લી મુકવામાં આવશે.
આ સાથે લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ સાથે હનુમાન ચાલીસા તેમજ સાળંગપુર મંદિરનો ઇતિહાસ જાણી શકાય તે મુજબનું આયોજન મંદિર પ્રસાસન દ્વારા કરવામાં આવશે. હનુમાનજી દાદાની 54 ફૂટની આ મૂર્તિ કુલ 135000 સ્કવેર ફૂટ એરિયામાં મુકવામાં આવી છે અને આ મૂર્તિનો 30 હજાર કિલો વજન છે. આ મૂર્તિ વેધર પ્રુફ અને ભૂકંપ પ્રુફ છે. આ સાથે આશરે 7 કિલોમીટર દૂરથી આ મૂર્તિના લોકો દર્શન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અગામી 6 એપ્રિલના રોજ એટલેકે આજે ગુજરાત પ્રવાસે આવશે. આજે અમિત શાહ ગુજરાતમાં સાળંગપુર અને મદાવાદના કાર્યક્રમમાં હાજરી આપશે. અમદાવાદમાં મનપા, જિલ્લાના અધિકારી, હોદ્દેદારો સાથે બેઠક કરશે અને તેની સાથે સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.
હવે સાળંગપુરને 'કિંગ ઓફ સાળંગપુર'ના નામથી પણ ઓળખવામાં આવશે. ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ 54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું અનાવરણ કરશે. અનાવરણની સાથો સાથ ગુજરાતનું પ્રથમ નંબરનું આધુનિક ભોજનાલય કે જ્યાં એક સાથે 10 હજારથી વધુ લોકો ભોજન લઈ શકશે. હનુમાન જયંતિના દિવસે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેનું પણ અનાવરણ કરવામાં આવશે. હનુમાનજી દાદાની 54 ફૂટની આ મૂર્તિ કુલ 135000 સ્કવેર ફૂટ એરિયામાં મુકવામાં આવી છે અને આ મૂર્તિ નો 30 હજાર કિલો વજન છે. આ મૂર્તિ વેધર પ્રુફ અને ભૂકંપ પ્રુફ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝારખંડમાં શાળાએથી પરત ફરી રહેલી આદિવાસી સગીર પર સામૂહિક બળાત્કાર
September 20, 2024 04:05 PMપોરબંદરવાસીઓને ત્રણે બાજુથી લુંટતા ટોલનાકામાં સ્થાનિક કક્ષાએ ટેકસમાંથી તાત્કાલિક મુક્તિ આપો
September 20, 2024 04:03 PMરાણાવાવમાં પોસ્ટઓફિસ પાછળ વરલી મટકાનો જુગાર રમતો યુવાન ઝડપાયો
September 20, 2024 04:02 PMઉદ્યોગનગરમાં યુવાને ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત
September 20, 2024 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech