રાજકોટ મહાપાલિકા દ્રારા કેકેવી ચોક ઓવરબ્રીજની નીચે ગેમ ઝોનનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોય તેના વિદ્ધમાં વિપક્ષ કોંગ્રેસ દ્રારા આજે ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, આ રજૂઆતમાં વિપક્ષી આગેવાનોએ એમ પણ જણાવ્યું હતું કે અહીં ગેમસોન બનાવવા સામે વેપારીઓ શૈક્ષણિક સંકુલો અને લોકોનો પણ વિરોધ છે. દરમિયાન આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરે તીવ્ર પ્રતિક્રિયા વ્યકત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસને ગેમ ઝોન સામે નહીં પરંતુ વિકાસ સામે જ વાંધો છે બ્રિજ નીચે બાળકોને માટે રમતગમતની સુવિધા નિર્માણ થાય તે બાબત વિપક્ષને ખૂંચી રહી છે તેથી પ્રસિદ્ધિ મેળવવા માટે આવો વિરોધ કરી રહ્યા છે ખરેખર ભાજપના શાસકોએ આગામી ૨૦ વર્ષના ભાવિ આયોજનને તેને તેને લઈને ગેમ ઝોનનું નિર્માણ શ કયુ છે.
વિશેષમાં મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને લખેલા અને ડેપ્યુટી કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં કોંગ્રેસે જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકા ના વોર્ડ ન.ં ૧૦ ના કાલાવડ રોડ પર કે.કે.વી. સર્કલ નજીક આત્મીય કોલેજ પાસે, પરિમલ સ્કૂલ સામે ગેમ જોન ખડકાઈ રહ્યા છે. જેની કામગીરી હાલ શ કરવામાં આવી છે જે હાલમાં એનઓસી લીધા વગર માચડોખડકી ગયો છે અને કામ શ થઈ જતા પ્રોજેકટ રદ કરવા અમારી કોંગ્રેસ આગેવાનોની માંગ છે. જો પ્રોજેકટ નો અભરખો જાગ્યો હોય તો મહાનગરપાલિકા ના અન્ય સ્થળો એ ગેમજોન બનાવી શકાય છે હાલ જે સ્થળે ગેમજોન બનાવવામાં આવશે તે સ્થળે રોજીંદી પાકિગ અને ટ્રાફિક સમસ્યા છે એક ગાળા માં બોકસ ક્રિકેટ, બીજા ગાળામાં સ્કેટિંગ રિંગ અને સ્નૂકર, કેરમ જેવી ઈંડોર ગેમ માટે માંચડો જે રીતે બને છે તે મિનિ ટીઆરપી જોન જેવુ ગણાશે.
વધુમાં આ અંગે આવેદનપત્રમાં જણાવ્યું છે કે, શાસક પક્ષ દ્રારા આ પ્રકારના પ્રોજેકટ બનાવી પાકિગ અને ગેમ જોન પોતાના મળતિયાઓને ખટાવી દેવાનો પ્રયાસ છે પે એન્ડ પાકિગ માં હાલ નિયમ મુજબ ફી વસૂલવાને બદલે બેફામ ઉઘરાણા થાય છે. અમારી જાણ મુજબ આ સ્થળે જો ગેમ જોન સાકાર થાય તો વેપારીઓ માટે પાકિગ ની સમસ્યા સર્જાશે અને સ્કૂલ, કોલેજ હોવાને પગલે વિધાર્થીઓને પણ અડચણ પ અને ગોકીરો થતાં અભ્યાસ માં દખલગીરી થશે સ્કૂલ કોલેજના વિધાર્થીઓ છૂટવાના સમયે ટ્રાફિક સમસ્યા સર્જાશે અને અકસ્માત નો ભય સર્જાશે.
આવેદનપત્રના અંતમાં ઉમેયુ છે કે મહાપાલિકાએ અગાઉ રાજકોટની જનતાના અભિપ્રાય લીધા વગર જે પ્રોજેકટો બનાવ્યા છે તેમાં કા તો બુદ્ધિ નું દેવાળું ફકયું છે કાતો એ પ્રોજેકટ રદ કરવામાં આવ્યો છે. ટૂંકમાં કોટેચા માં સ્કાઇ વોર્ક માં ૬૦ લાખનો ખર્ચ કર્યા બાદ પ્રોજેકટ રદ થયો હતો. ગોંડલ રોડ મક્કમ ચોક ટ્રાંયેંગ્યુલર ઓવર બ્રિજ સાંકડો કરતાં આજે એસ.ટી.ના ડ્રાઈવરોને સૂચના છે કે આ બ્રિજ પર એસ.ટી ના ચલાવવી. શહેરના રાજમાર્ગેા પર ટ્રાફિક સર્કલો મસમોટા કરી નાના કરી બુદ્ધિ નું દેવાળું ફકયું હતું. રેલ નાગર માં ઓવર બ્રિજ બનાવવાને બદલે અંડરબ્રિજ બનાવતા બારે માસ પાણી ભરાયેલૂ રહે છે.
ઉપરોકત આવેદનપત્ર પાઠવતી વેળાએ અતુલ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, મહેશ રાજપૂત, ડી પી મકવાણા, રાજદીપસિંહ જાડેજા, ગોપાલભાઈ અનડકટ, નિર્મળ ભાઈ મા, મેઘજીભાઈ રાઠોડ, ગોપાલભાઈ મોરવાડિયા, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર અને અડવાણામાં મગર આવી ચડતા લોકોમાં ભય
March 29, 2025 03:54 PMસંસદભવનમાં થયેલી મહાપુષ વિષેની અભદ્ર ટીપ્પણી સામે આક્રોશ
March 29, 2025 03:53 PMઉદ્યોગનગરના રેલ્વેટ્રેક પાસે પાણીના નિકાલ માટે પાઇપ નહી મોટું બોકસ કલવર્ટ બનાવો
March 29, 2025 03:52 PMપોરબંદર અને વિસાવાડામાં ગુમ થયેલ બે મોબાઇલ પોલીસે શોધી આપ્યા
March 29, 2025 03:50 PMછ હજાર શહેરીજનોએ મેળા મેદાનમાં રચી ‘વુમન પાવર’માનવ સાંકળ
March 29, 2025 03:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech