વિદ્યાર્થીઓ માટે કારકિર્દી અને માર્ગદર્શનલક્ષી સેમિનાર યોજાયો

  • February 15, 2024 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર રોજગાર કચેરી અને શ્રી ડી.કે.વી કોલેજ જામનગરનાં સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી અને માર્ગદર્શનલક્ષી સેમિનાર યોજાયો

જામનગર રોજગાર કચેરી અને અને શ્રી ડી.કે.વી આર્ટસ & સાયન્સ કોલેજ જામનગરનાં સંયુક્ત ઉપક્રમે ઉદ્દીશા પ્રકલ્પ અન્વયે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને કારકિર્દીલક્ષી સેમીનાર યોજાયો હતો. 

સેમીનારની શરૂઆતમાં રોજગાર કચેરી જામનગરના કાઉન્સેલર અંકિતભાઈ ભટ્ટએ રોજગાર કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ, પ્રવર્તમાન સમયે રહેલી નોકરીની જુદી જુદી જાહેરાતો, તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડનું શું મહત્વ રહેલ છે..? તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડ માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે,તેની સવિસ્તાર માહિતી આપી એમ્પ્લોયમેન્ટ કાર્ડ અન્વયે ફોર્મ ભરાવ્યા હતા.

આ કારકિર્દી અને માર્ગદર્શનલક્ષી સેમીનારમાં આર્ટસ અને સાયન્સના એસ.વાય ટી.વાયના ૧૨૬ જેટલા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સેમિનારમાં ઉદ્દીશા કિમીટી ના આસિસ્ટન્ટ પ્રોફેસર એ.કે.મહીડા અને  સી.કે.ગૌસ્વામી, કોલેજના આસીસ્ટન્ટ પ્રો.  જે.એચ.પંડ્યા, સંચાલનકર્તા પ્રો. સી.એસ.દવે ઉપસ્થિત રહ્યા હતા. આ સેમીનારનું આયોજન ઉદ્દીશા પ્રકલ્પ હેઠળ ડી.કે.વી કોલેજના આચાર્ય ડૉ.આર.યુ.પુરોહિતનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application