આજે સવારે છ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન અને આજે સવારે છ થી આઠ ના પ્રથમ બે કલાકના ગાળામાં સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત રાયના એક પણ વિસ્તારમાં વરસાદનો એક છાંટો પણ પડો નથી. ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. જોકે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ કચ્છ સુરેન્દ્રનગર જુનાગઢ જિલ્લામાંથી વરસાદે સંપૂર્ણ વિદાય લીધી હોવાનું જણાવે છે.
ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્ર્રમાંથી પણ ચોમાસાએ લગભગ વિદાય લઈ લીધી છ. જે વિસ્તારમાં હજુ ચોમાસાની થોડી ઘણી અસર જોવા મળે છે તે પણ આગામી બે થી ત્રણ દિવસમાં આ તમામ રાયોમાં બધં થઈ જશે તેમ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ જણાવે છે.
આઈએમડીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ દેશના મોટાભાગના રાયોમાંથી ચોમાસુ ઝડપભેર વિદાય લઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના કારણે અને અંદમાન નિકોબાર પર સાયકલોનિક સકર્યુલેશન હોવાથી નોર્થ ઇસ્ટ અને દક્ષિણના રાયોમાં વરસાદ ચાલુ છે. તે સિવાય દેશના મોટાભાગના રાયોમાં વરસાદની સિઝન પૂરી થઈ ગઈ છે. છુટા છવાયા થોડા ઝાપટા પડી રહ્યા છે અને તે પણ એકાદ સાહમાં સંપૂર્ણપણે બધં થઈ જશે. વરસાદ ખેંચાઈ ગયા પછી ગરમીના પ્રમાણમાં વધારો થતો હોય છે પરંતુ સમગ્ર રાયમાં એક માત્ર ભુજને બાદ કરતા બાકી તમામ જગ્યાએ મહત્તમ તાપમાનનો પારો ગુવારે ૩૫ ડિગ્રી થી નીચે રહેવા પામ્યો છે. રાત્રે ૧૨ વાગ્યા પછી વાતાવરણમાં એકાએક પલટો આવે છે અને ગરમી તથા બફારાના માહોલમાં લોકોને રાહત આપે છે. નવરાત્રીના દિવસોમાં આ પ્રકારનું વાતાવરણ ખેલૈયાઓ માટે પણ ઘણું અનુકૂળ રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech