BREAKING NEWS

સુત્રાપાડાના સુંદરપરા ટોલ નાકાના સ્ટાફની દાદાગીરી, ધમકીની ફરિયાદ: વીડિયો વાયરલ

  • April 17, 2026 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથના સુત્રાપાડા ફાટક નજીક આવેલ સુંદરપરા ટોલ નાકાના કર્મચારીઓએ વાહનચાલક અને મુસાફરો સાથે બેફામ ગેર વર્તન કરી ખુલ્લ ી ધમકીઓ આપ્યાના વાઇરલ થયેલ વિડીયો ની ઘટનામાં અરજદારોએ ગીર સોમનાથના સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં આ ઘટનામાં ફરીયાદ દાખલ કરવા લેખિત રજુઆત કરી હતી.
આ અંગે વાહન ચાલક આદિલ મલેક અને સાજીદ મન્સૂરી એ ગત રાત્રીના સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં આપેલ લેખિત અરજીમાં જણાવ્યા મુજબ તેઓ વેરાવળથી કોડીનાર આવી રહ્યા હતા ત્યારે સુત્રાપાડા નજીક આવેલ સુંદરપરા ટોલનાકા ઉપર મોડી રાત્રીના ૧૧:૨૫ કલાકે તેઓ કાર લઈને પોહચતા કારમાં ફાસ્ટટેગ રિચાર્જમાં પૂરતું બેલેન્સના હોવાના કારણે ગાડી પાછળ લેવાના સમયે કાર પાછળ અન્ય વાહનો આવી જતા તેને હટાવવા ટોલ કર્મચારીને અનેક વખત કહ્યા છતાં કર્મચારીએ પાછળ રહેલ વાહનો હટાવવા કોઈ કાર્યવાહી ન કરતા વાહન ચાલકે ગાડી નીચે ઉતરી ટોલ કર્મી સાથે વાત કરતા ટોલ કર્મચારીએ ઉગ્ર થઈ પોતાની જવાબદારીઓથી હાથ ખંખેરી વાહનચાલક સાથે બેફામ વાણી વિલાસ કરતા ટોલ નાકાના અન્ય ૫થી ૬ કર્મચારીઓએ પણ સાથે મળી વધુ ઉગ્ર બની વાહનચાલકો સાથે બેફામ દાદાગીરી કરતા વાહન ચાલકે તેની સાથે રહેલા મિત્રને ૧૧૨માં ફોન કરવાનું કેહતા ટોલ કર્મીઓને જાણે તત્રં કોઈ ડરના હોય તમે દિલ્લ ી બરોડાથી પોલીસ બોલાવી થાય તે કરી લ્યો તેવી ખુલ્લ ી ધમકી આપ્યા હોવાનું અરજીમાં જણાવી આ ઘટનામાં તટ  તપાસ કરી આરોપીઓ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે. સુત્રાપાડા પોલીસે આ અંગે ફરીયાદી આદિલ મલેકનું નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News