જામનગર નજીક તરૂણીને લલચાવીને લઇ જનાર સામે પોકસો હેઠળ ફરીયાદ
જામનગર નજીક તરૂણીને લલચાવીને લઇ જનાર સામે પોકસો હેઠળ ફરીયાદ
December 30, 2025 06:34 PM
જામનગર નજીક ધુંવાવ વિસ્તારમાં એક તરૂણીને લાલચ આપીને વાલીપણામાંથી બહાર લઇ ગયેલા શખ્સ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ શખ્સ વિરુઘ્ધ બીએનએસ તથા પોકસો હેઠળ ફરીયાદ નોંધીને તપાસ આગળ ધપાવી છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગર શહેર વિસ્તારમાં રહેતી આશરે સાડા ૧૪ વર્ષની તરૂણીને ગોકુલનગર વિસ્તારમાં રહેતો પરેશ મનસુખ સોનગરા નામનો શખ્સ લગ્નન કરવાની લાલચ આપી લલચાવી, ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી ધુંવાવ વિસ્તાર છાત્રાલય પાસેથી લઇ ગયો હતો દરમ્યાનમાં આ અંગેની વિગતો સામે આવતા તરૂણીના પરિવારજનો દ્વારા પંચકોશી-એ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો જયાં પરેશ વિરુઘ્ધ બીએનએસ કલમ ૧૩૭(૨), ૮૭ તથા પોકસો કલમ ૧૨ મુજબ ફરીયાદ નોંધવામાં આવતા પોલીસે આ બનાવ સબંધે તપાસ આગળ ધપાવી છે.