ફિલ્મ નિર્માતા વાશુ ભગનાનીએ નિર્દેશક અલી અબ્બાસ ઝફર અને અન્ય બે લોકો સામે ૯ કરોડ પિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યેા છે. આરોપ છે કે ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નું બજેટ વધારી દેવામાં આવ્યું હતું અને નકલી બિલ દ્રારા પૈસાની ઉચાપત કરવામાં
આવી હતી.
નિર્દેશક અલી અબ્બાસ ઝફર અને અન્ય બે લોકો સામે ફિલ્મ નિર્માતા વાશુ ભગનાની સાથે . ૯ કરોડની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. બાંદ્રા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, ૮ ડિસેમ્બર, રવિવારના રોજ નોંધાયેલી એફઆઈઆર અનુસાર, અલી અબ્બાસ ઝફર અને તેના સહયોગીઓ હિમાંશુ મેહરા અને એકેશ રણદિવે પર નાણાંની ગેરરીતિનો આરોપ છે.
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે કોર્ટના નિર્દેશ પર કેસ નોંધવામાં આવ્યો છે. અલી અબ્બાસ ઝફર, હિમાંશુ મેહરા અને અકેશ રણદીવ સામે આઈપીસી કલમ ૧૨૦ (બી) (ગુનાહિત કાવતં), ૪૦૬ (વિશ્વાસનો ગુનાહિત ભંગ), ૪૨૦ (છેતરપિંડી), ૪૬૫ (બનાવટ), ૪૭૧ (છેતરપિંડી), ૫૦૦ (બદનક્ષી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ) અને ૫૦૬ ( ફોજદારી ધમકી હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
વાશુ ભગનાનીએ બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટનો સંપર્ક કર્યેા હતો અને ઝફર વિદ્ધ એફઆઈઆર નોંધવાની વિનંતી કરી હતી. અલી અબ્બાસ ઝફરે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ અભિનીત ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નું નિર્દેશન કયુ હતું, જે આ વર્ષે ૧૧ એપ્રિલે રિલીઝ થઈ હતી. તેનું નિર્માણ ભગનાનીની કંપની પૂજા એન્ટરટેઈનમેન્ટ દ્રારા કરવામાં આવ્યું હતું.
અધિકારીએ કહ્યું કે ૨ ડિસેમ્બરના આદેશમાં મેજિસ્ટ્રેટે કહ્યું કે ગુનાઓ કોિઝેબલ અને બિનજામીનપાત્ર છે. પોલીસને આપેલા નિવેદનમાં ભગનાનીએ દાવો કર્યેા હતો કે ત્રણેયએ ફિલ્મ માટે ૧૫૪ કરોડ પિયાનો કરાર કર્યેા હતો, પરંતુ ફિલ્મનું બજેટ વધી ગયું હોવાનું કહીને તેઓએ ૨૩૦ કરોડ પિયા લીધા હતા. ભગનાનીએ દાવો કર્યેા હતો કે ત્રણેયે નકલી બિલો દ્રારા તેમની સાથે . ૯ કરોડની છેતરપિંડી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech