ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા ભરત કારૂભાઈ ભારવાડીયા નામના શખ્સએ કલ્યાણપુર તાલુકાના વીરપર ગામે રહેતા મયુરભાઈ રામભાઈ લગારીયા નામના 29 વર્ષના યુવાનને તેના ગામે ઇંગ્લિશ દારૂ કોણ વહેંચે છે? એમ કહી, બોલાચાલી કરી હતી. ત્યાર બાદ ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે સમાધાન કરવા માટે આરોપીએ ફરિયાદી મયુરભાઈને બોલાવી, પાછળથી ઇક્કો કારમાં લાકડીઓ તથા પાઈપ જેવા હથિયારો ધારણ કરીને ધસી આવેલા ભરત કારૂભાઈ ઉપરાંત તેના ભાઈ આશિષ કારૂભાઈ ભારવાડીયા, ખંભાળિયામાં સતવારા સમાજની વાડી પાસે રહેતા નવીન અમૃતલાલ સોનગરા અને નિકેશ ચંદુભાઈ ઘેડિયા, હુસેની ચોક વિસ્તારમાં રહેતા અજય નાગાભાઈ ગમાડા, અહીંના પાંચ હાટડી ચોક વિસ્તારમાં રહેતા હરૂભા ઉર્ફે હરદીપસિંહ, મનદીપ અને ભૂરો નામના કુલ આઠ શખ્સોએ એક સંપ કરી, દારૂ બાબતનું મન દુઃખ રાખી, તેમને બિભત્સ ગાળો કાઢી, લાકડી તથા પાઈપ વડે બેફામ માર માર્યો હતો.
આ રીતે આરોપીઓએ ફરિયાદી મયુરભાઈને આડેધડ માર મારી, ઇક્કો કારમાં અપહરણ કરી ગયા બાદ ખંભાળિયા પરત આવતા રસ્તામાં ગાળો કાઢી, બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી, અહીંની સરકારી હોસ્પિટલ નજીક ઉતારી દીધો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે તમામ આઠ શખ્સો સામે આઈપીસી કલમ 365, 323, 504, 506 (2), 147, 148, 149 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.બી. પીઠીયાએ હાથ ધરી છે.
દ્વારકામાં બાંધકામ દરમિયાન નીચે પટકાતા યુવાનનું મૃત્યુ
દ્વારકામાં મુરલીધર ટાઉનશીપ વિસ્તારમાં રહેતા મુકેશભાઈ સામતભાઈ નકુમ નામના યુવાન મટુકી ચોક સામે ચાલી રહેલા નવા બાંધકામમાં લીફ્ટનું કામ કરવા ગયા હતા. ત્યારે અકસ્માતે તેઓનો પગ લપસતા બીજા માળેથી નીચે પટકાઈ પડ્યા હતા. જેથી તેમને માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ સુરેશભાઈ સામતભાઈ નકુમએ દ્વારકા પોલીસની કરે છે.
ખંભાળિયાના યુવાન ઉપર પાઇપ વડે હુમલો: બે અજાણ્યા સહિત ત્રણ શખ્સો સામે ગુનો
ખંભાળિયામાં ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી પોલીસ લાઈન પાસે રહેતા દુલાભાઈ સામરાભાઈ લુણા નામના 42 વર્ષના યુવાનને કોઈ દેખીતા કારણ વગર પીપળીયા ગામ નજીકના રસ્તે રોકી, ભારા ભોજા નામના શખ્સ તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ લાકડી વડે માર માર્યાની તથા પાઇપ વડે તેમની ક્રેટા કારના કાચ તોડી નાખી, નુકસાની કર્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે બે અજાણ્યા સહિત તમામ ત્રણ સામે આઈપીસી કલમ 323, 324, 504, 427, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉના મનદુઃખનો ખાર રાખી, દ્વારકાના વેપારી યુવાન પર મહીલા સહિત ત્રણ દ્વારા હુમલો
દ્વારકામાં રહેતા જીતુભા માણેક નામના શખ્સ દ્વારા અગાઉ નિશાબેન માણેક નામના એક મહિલા સાથે પૈસા બાબતે ઝઘડો કર્યો હોય, તે બાબતનું મનદુઃખ રાખી, આરોપી જીતુભા માણેકએ દ્વારકામાં ટી.વી.સ્ટેશન વિસ્તારમાં રહેતા રવિભાઈ રાજુભાઈ રાયમંગીયા નામના 24 વર્ષના લોહાણા વેપારી યુવાન ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી, ફરિયાદી રવિભાઈ તથા સાહેદ નિશાબેનને આરોપી જીતુભા ઉપરાંત આરોપી શીતલબેન જીતુભા માણેક અને નવઘણ બહાદુરભા સુમણીયાએ બિભત્સ ગાળો કાઢી, મૂઢ ઈજાઓ પહોંચાડવા બદલ દ્વારકાની પોલીસમાં મહિલા સહિત ત્રણેય સામે જુદી જુદી કલમ ગુનો નોંધાયો છે.
ખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
ખંભાળિયામાં સંજયનગર વિસ્તારમાં રહેતા રવિરાજસિંહ ચતુરસિંહ જાડેજા નામના 29 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂ. 1,600 ની કિંમતની વિદેશી દારૂની 4 બોટલ કબજે કરી, પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કોબી બ્રોકોલી મખની', બાળકો પણ આ હેલ્ધી વાનગી ખાશે ખૂબ જ રસથી
January 24, 2025 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech