રાજકોટના આધેડ પાસેથી ઉપલેટા રહેતા સાઢુભાઈએ સાળીના .૩.૫૦ લાખના સોનાના બે પાટલા પડાવી લઇ પરત ન આપી હવે જો પાટલા પરત માગ્યા તો જાનથી મારી નાખીસ ધમકી આપતા અંતે ઉપલેટા સ્થિત સાઢુ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. બનાવની પ્રા વિગત મુજબ શહેરના થોરાળા વિસ્તારમાં રામનગર સોસાયટી શેરી નં.–૨ માં જુસબભાઈ આમદભાઈ ઘુઘા (ઉ.વ.૪૯)ના આધેડ વર્ષ ૨૦૧૯માં થોડા સમય પહેલા ઉપલેટાના સ્મશાન રોડ પર રહેતા સાઢુભાઈ દિલાવર ઓસમાણભાઈ હિંગોરાના ઘરે ન્યાજના પ્રસંગે પત્ની સાથે ગયા હતા ત્યારે દીલાવરભાઈએ કહ્યું હતું કે, મારે પૈસાની જર છે તો મને પૈસા આપો આથી આધેડે પૈસા ન હોવાનું કહેતા દીલાવરે ઉશ્કેરાઇ તારે મને પૈસા આપવા જ પડશે નહિતર તને ઉપલેટાથી સાજો નહીં જવા દઈશ. આ દરમિયાન જુસબભાઈના પત્નિ શબાનાબહેન આવીને પણ દીલાવરને સમજાવતા હતા કે અમારી પાસે પૈસા નથી. દરમિયાન દિલાવરે શબાનાબેનના હાથમાં સોનાના પાટલા જોતા તમારી પાસે રોકડા પૈસા ન હોય તો આ સોનાના પાટલા આપી દયો આથી સોનાના પાટલા આપવાની ના પાડતા દિલવાર વધુ ઉશ્કેરાઈ ગાળાગાળી કરી આ મા ગામ છે અને તુ મને દાગીના નહિ આપે તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપતા માથાકૂટ ન કરવા સોનાના પાટલા આપી દીધા હતા. આ બાબતે પરિચિતોને વાતચીત કરતા પોલીસ ફરિયાદની ના કહી હતી અને સમાધાન કરી દાગીના પરત લઇ લેવાની વાત કરી હતી આથી પોલીસ ફરિયાદ કરવાનું આધેડે ટાળ્યું હતું. જે બાદ અવાર નવાર દાગીના પરત આપવા માટે દિલવરને ફોન કરવા છતાં દાગીના આપતો ન હોવાથી સાત દિવસ પહેલા જુસબભાઈ ઉપલેટા દીલાવરના ઘરે ગયા હતા અને સોનુ પરત આપવા માટેનું કહેતા સાઢુ દિલાવરે તારાથી થાય તે કરી લે જે કઈં સોનુ આપવાનો નથી. આથી અંતે આધેડે સાઢુ વિદ્ધ ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે