દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા મુમતાઝબેન ઈબ્રાહીમભાઈ મેર નામના ૪૦ વર્ષના મુસ્લિમ ભડેલા મહિલા દ્વારા જૂના મનદુ:ખનો ખાર રાખીને ઢીકાપાટુનો માર મારી, લોખંડના પાઈપ વડે હુમલો કરવા સબબ આ જ વિસ્તારમાં રહેતા સાદિક સુલેમાન ચૌહાણ, રસિદાબેન સાદીક ચૌહાણ, આસ્તાના સાદીક ચૌહાણ, સલીમ હુસેન થૈયમ અને અશરફ અલાયા રાહીલ સાદીક ચૌહાણ નામના છ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી મુમતાઝબેન તથા આરોપી સાદિક સુલેમાન ચૌહાણ સગા ભાઈ-બહેન થતા હોય અને તેઓ બંને વચ્ચે ઘણા સમયથી મનદુ:ખ ચાલ્યું આવતું હોય, આ બાબતે ડખ્ખો વધી જતા આરોપીઓએ એકસંપ કરી, લોખંડના પાઇપ વડે હુમલો કરીને ફરિયાદી તથા અન્ય સાહેદ સૌમ્યાબેન તથા સોહિલને પણ બેફામ માર માર મારી, ઈજાઓ કર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે દ્વારકા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMજામનગર: સગીરા પર દુસ્કર્મ ગુજારનાર નરાધમ આરોપીને 20 વર્ષની સજા
May 16, 2025 06:06 PMરાજકોટમાં ડુપ્લીકેટ ફેવિકોલ-ફેવિક્વિક વેચવાનું કારસ્તાન, 1900 નંગ નકલી જથ્થો જપ્ત
May 16, 2025 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech