જૂનાગઢમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘાયલ પશુ–પક્ષીઓને બચાવવા દસ દિવસ કરૂણા અભિયાન

  • January 07, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉતરાયણ પર્વ અંતર્ગત પતંગની મજા નિર્દેાષ પક્ષીઓના મોતની સજા ન બને તે માટે વન  અને પશુ પાલન વિભાગ દ્રારા કણા અભિયાન અંતર્ગત પક્ષીઓને બચાવવા રેસ્કયુ સેન્ટર, પશુ મોબાઈલ ટીમ કાર્યરત કરવા તજવીજ શ કરી છે. આવતા સાહે એનજીઓ સાથે બેઠક યોજી કંટ્રોલમ શ કરવા તૈયારીઓ હાથ ધરી છે.
ઉતરાયણ પર્વમાં ઘાયલ થયેલા પશુ પક્ષીઓને સારવાર આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૦થી૨૦ જાન્યુઆરી દરમિયાન કણા અભિયાનનું આયોજન કરાયું છે. પતંગના ધારદાર દોરાથી પક્ષી ઘાયલ થાય તો તેને સરળતાથી સારવાર મળી શકે તે માટે કંટ્રોલમ શ કરવામાં આવશે.
જિલ્લ ા પશુપાલન અધિકારી દીલીપ પાનેરાના જણાવ્યા મુજબ ઘાયલ થયેલા પશુ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે ઉતરાયણના તહેવારમાં જિલ્લ ાના તમામ પશુ દવાખાના ચાલુ રહેશે. ગ્રામ્ય માં નવ તાલુકામાં પશુ દવાખાનાની ટીમ ઉપરાંત ૧૯૬૨ પશુ દવાખાનાની મોબાઈલ ટીમ પણ રાખવામાં આવશે.આગામી દિવસોમાં સેવાભાવી સંસ્થાઓ સાથે પણ બેઠક કરીને ઘાયલ થતા પશુ પક્ષીઓને બચાવવા કંટ્રોલમ અને સારવાર કેન્દ્રો ઊભા કરવા અને તાલુકા કક્ષાએ કંટ્રોલમ શ કરાશે. ચાઈનીઝ દોરી અને પતંગના વેચાણને અટકાવવા પણ ચેકિંગ કરાશે.
જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ, તળાવ દરવાજા અને મજેવડી વેટરનરી દવાખાના પાસે પશુઓની સારવાર માટે ત્રણ મોબાઈલ ટીમ રાખવા પણ તૈયારીઓ શ કરાઈ છે. આ ઉપરાંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓને પ્લાસવા ખાતે કાર્યરત રેસ્કયુ સેન્ટરમાં સારવાર આપવામાં આવશે. ઉતરાયણ પર્વ અંતર્ગત ઘાયલ પક્ષી કે બીમાર પશુ જોવા મળે તો ૧૯૬૨ નંબર તથા ૮૩૨૦૦૦૨૦૦૦ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર અને આગામી દિવસોમાં કંટ્રોલમ પણ કાર્યરત કરાશે જેમાં સંપર્ક કરતા મેડિકલ અને એનજીઓની ટીમ સ્થળ પર આવી સારવાર કરશે.

ગત ઉત્તરાયણમાં ૭ કબુતર, ૧ પેન્ટાસ્ટોના મૃત્યુ થયા હતા
જૂનાગઢ જિલ્લામાં ગત વર્ષે ઉતરાયણ પર્વ અંતર્ગત પતગં ના દોરાથી ૮ કબુતર અને એક પેન્ટાસ્ટોકનું મોત થયું હતું. અને ૬૦ થી વધુ પક્ષીઓને ઈજા થઈ હતી. તો ૧૭૦ગાય પશુને હાફરો, એસીડોસીસ ના કારણે તબિયત લથડવાના બનાવ નોંધાયા હતા. વન અને પશુપાલન વિભાગ દ્રારા  કણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓના સારવાર માટે મેડિકલ અને રેસ્કયુ ટીમ દ્રારા તૈયારીઓ શ કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application