દ્વારકાધીશ જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવની રંગે-ચંગે ભવ્ય ઉજવણી

  • March 15, 2025 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેટ દ્વારકાધીશ મંદિરમાં કુલડોલ ઉત્સવ ઉજવાયોઃ ઠાકોરજીને ધરાવવામાં આવ્યો ફગવા ભોગઃ અબિલ ગુલાલની છોળો સાથે જગતમંદિરમાં કાળિયા ઠાકોર સાથે રંગે-ચંગે રંગોત્સવ મનાવતા ભાવિકો



ગયાત્રાધામ દ્વારકામાં આવેલ વિશ્વપ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં ગઇકાલે ફુલડોલ ઉત્સવ નિમિતે હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. આશરે દસ દિવસથી યાત્રાધામમાં હોળી-કુલડોલના ધર્મમય માહોલમાં તેમજ ભાવિકોની ઉપસ્થિતિમાં ફુલડોલ પર્વની ઊજવણી કરવામાં આવી હતી. દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરમાં ગઇકાલે બપોરે ૧:૩૦ કલાકે વારાદાર પૂજારી દ્વારા ઠાકોરજીની ઉત્સવ આરતી કરવામાં આવી હતી, જેના દર્શન મનોરથનો હજારો ભાવિકોએ પ્રત્યક્ષ તેમજ દેશ-વિદેશના લાખો કૃષ્ણભકતોએ લાભ લઈ ભાવ-વિભોર બન્યા હતા.


ઉલ્લેખનીય છે કે, ગઇકાલે યાત્રાધામ બેટ દ્વારકામાં પણ ઠાકોરજીના શયનસ્થાન ગણાતા દ્વારકાધીશ જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવ નિમિતે હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ઊજવણી કરવામાં આવી હતી. સુદર્શન સેતુના નિર્માણ બાદ બેટ દ્વારકાધીશ મંદિરે પહોચવું સુલભ બન્યુ હોય એક સપ્તાહથી કુલડોલના ધર્મમય માહોલમાં તેમજ હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ફુલડોલ પર્વની ઊજવણી કરવામાં આવી હતી. બેટ-દ્વારકાધીશ મંદિરમાં સવારે ૧૧:૩૦ થી ૧૨:૦૦ સુધી ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો તેમજ ઠાકોરજીને ફગવા ભોગ ધરાવવામાં આવ્યા હતા. આજ તા.૧૫ મી એ દ્વિતીયા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઠાકોરજીની મંગલા આરતી સવારે ૭:૩૦ કલાકે, મોર આરતી સવારે ૮ઃ00 કલાકે, શૃંગાર આરતી સવારે ૧૧:૩૦ કલાકે, મધ્યાહન આરતી બપોરે ૧૨ઃ00 કલાકે તેમજ ઠાકોરજીને મીઠા જળ બપોરે ૧ઃ00 કલાકે યોજાયા હતા, તેમજ સાંજે શ્રીજીના ઉત્થાપન દર્શન તેમજ રાત્રે ૮ઃ00 કલાકે શ્રીજીના શયન દર્શન યોજાશે.

યાત્રાધામ દ્વારકા ખાતે કુલડોલ ઉત્સવમાં પહોંચેલા હજારો ભાવિકો ઠાકોરજી સંગ ઉત્સવ મનાવવા ખૂબ જ ઉત્સુક હતા. જ્યારે બપોરે ૧:૩૦ થી ૨:૩૦ વાગ્યા સુધી ‘જય રણછોડ'ના શુભ નાદ સાથે કાળિયા ઠાકોરના સાંનિધ્યમાં અબીલ ગુલાલની છોળો રેલાવી ધર્મમય વાતાવરણમાં રંગેચંગે ફુલડોલ ઉત્સવની ઊજવણી કરવામાં આવી હતી. હજારો ભાવિકોએ કાળિયા ઠાકોરજી સંગે ફુલડોલ ઉત્સવ મનાવી જાણે કાન્હા સાથે રંગે રમ્યાનો અનેરો ઉત્સાહ ચોમેર જોવા મળ્યો હતો. દ્વારકાધીશ જગતમંદિરમાં બપોરે ૧:૩૦ કલાકે ઠાકોરજીની ઉત્સવ આરતી બાદ વારાદાર પૂજારી પરિવાર દ્વારા ઠાકોરજીના ઉત્સવ સ્વરૂપ બાલ ગોપાલજીને વિશેષ તૈયાર કરાયેલા ઝુલામાં ઝુલાવ્યા હતા અને પૂજારી પરિવાર તેમજ ભાવિકોને કાન્હાના બાલ સ્વરૂપને ઝુલે ઝુલાવવાનો અલભ્ય લહાવો મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application