ગુજરાત સરકારના કન્વેન્શનલ યુનિવર્સિટીઓ માટેના નવા એકટ અને સ્ટેચ્યુટ અમલમાં આવ્યા પછીની સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની પ્રથમ એકેડેમિક કાઉન્સિલની મળેલી બેઠકે નિર્ણય લીધો છે કે જે કોલેજોમાં માન્યતા પ્રા કવોલિફાઇડ અધ્યાપકો નહીં હોય તેમને નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૫ –૨૬ માં વિધાર્થી પ્રવેશની મંજૂરી આપવામાં નહીં આવે.
આ માટે દરેક કોલેજોને આગામી તારીખ ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં તેમની સંસ્થામાં ફરજ બજાવતા માન્યતા પ્રા અધ્યાપકોની યાદી મોકલી આપવા એકેડેમિક કાઉન્સિલે આદેશ કર્યેા છે.
આવી જ રીતે જે કોલેજોમાં ફાયર એનઓસી અને બિલ્ડીંગ યુઝ માટેનું પ્રમાણપત્ર નહીં હોય તેમણે તારીખ ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં આવું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. નવા સ્ટેચ્યુટમાં એવી જોગવાઈ છે કે દરેક કોલેજોએ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રીડીટેશન કમિટી 'નેક'નું મૂલ્યાંકન કરાવવું ફરજિયાત છે.
ધારી ખાતે આવેલી વિશ્વ ભાષા અને સાહિત્ય પરિષદ સંચાલિત વરણીરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અત્યારે બાબરામાં ચાલે છે. આ ટ્રસ્ટ તરફથી અગાઉ રજૂ કરવામાં આવેલા બોગસ દસ્તાવેજો બાબતે સમિતિ નિમવામાં આવી હતી અને તેનો અહેવાલ આવી ગયો છે. આ અહેવાલ પરત્વે કાયદાકીય માર્ગદર્શન મેળવવા અને કાનૂની સમિતિની રચના કરવાનો નિર્ણય પણ એકેડેમી કાઉન્સિલની પ્રથમ બેઠકમાં જ લેવાયો છે. એકેડેમી કાઉન્સિલની આ બેઠકમાં જોડાણ વિભાગ, એકેડેમિક વિભાગ અને પરીક્ષા વિભાગને લગતી અગત્યની બાબતો પરત્વે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રથમ મિટિંગમાં જ એજન્ડા પર ૫૧૭ આઈટમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં નવા, કાયમી, ચાલુ, વધારાના જોડાણ માટે તેમજ એકેડેમિક બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એકેડેમી કાઉન્સિલની કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયની અંતિમ મંજૂરી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં લેવામાં આવશે અને આ બેઠક આગામી સાહમાં જ મળનારી છે.
શૈક્ષણીક વર્ષ ૨૦૨૨થી ૨૦૨૪–૨૫ માટે કુલપતિની બહાલીની અપેક્ષાએ જે કોલેજોને નવા જોડાણ તથા નવી કોલેજ શરૂ કરવા માટે ભલામણ કરાઈ હતી તે તમામ કોલેજોને આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. સરકારી કોલેજો સ્ટેચ્યુટ અને નોમ્સ મુજબ સ્ટાફ ધરાવતી હશે તેમને કાયમી જોડાણ આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech