કલેકટરનો કાફલો કોઠારીયામાં ત્રાટક્યો 10 મકાન ઉપર બુલડોઝર ફરી વળ્યો

  • February 14, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ કલેકટર કચેરીનો કાફલો આજે કોઠારીયા વિસ્તારમાં ત્રાટક્યો હતો અને સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ કરીને ખડકાયેલા દસ જેટલા રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફેરવી દઈ જમીન દબાણ મુક્ત કરાવી હતી.
વિશેષમાં રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ કોઠારીયાના સર્વે નં.352 પૈકીની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરી 10 રહેણાંક મકાનો ઉભા કરાયા હતા જેની કુલ બજાર કિંમત ત્રણથી ચાર કરોડ જેટલી થાય છે તે દબાણો કલેકટરના આદેશથી અને રાજકોટ તાલુકા મામલતદારના માર્ગદર્શન હેઠળ તાલુકા મામલતદારની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા તથા વાવડી ગામના રેવન્યુ સર્વે નં.149 પૈકીની સરકારી જમીન પર થયેલ ગેરફાયદેસર દબાણો કરનાર ઇસમોને લેન્ડ રેવન્યુ કોડ કલમ-61 હેઠળ નોટીસો પાઠવી દબાણો ખુલા કરવા કડક સુચના આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application