હિમાચલ પ્રદેશમાં હિમવર્ષના કારણે 200થી વધુ રસ્તાઓ બંધ થયા છે તેમજ સ્લિપેજને કારણે ચાર પ્રવાસીઓના મોત થયા છે. હિમવષર્નિા કારણે મનાલીથી લાહૌલ જઈ રહેલા હજારો પ્રવાસીઓ અટવાઈ પડ્યા હતા. પોલીસે આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી અને 7000 પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા. હિમાચલમાં પર્યટન સ્થળો પર હોટલના બુકિંગમાં પણ વધારો થયો છે. યુપી અને બિહાર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઝરમર વરસાદે ઠંડીમાં ઔર વધારો કર્યો છે.લોકો ઠંડીથી થરથરી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં દિલ્હીમાં ઘણી જગ્યાએ વરસાદ થયો છે.જેના પગલે ઠંડીમાં ઔર વધારો થયો છે.પહાડી વિસ્તારોમાં પણ સતત હિમવષર્િ થઈ રહી છે. જેના કારણે ઉત્તર ભારતમાં તાપમાન સતત ઘટી રહ્યું છે. ક્રિસમસ બાદ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. ધુમ્મસ અને વરસાદના લીધે રાજધાની દિલ્હીમાં વિમાન અને ટ્રેન સેવાઓને ભારે અસર પહોચી છે.જો કે હવામાન ખાતાએ આગાહી કરી છે કે ક્રિસમસના દિવસે દિલ્હીમાં હવામાન સ્વચ્છ રહેશે. સવારે અને સાંજે હળવા ધુમ્મસની શક્યતા છે. ક્રિસમસ પછીના બીજા દિવસે 26મી ડિસેમ્બરની રાત્રે વરસાદ પડી શકે છે. 27મી ડિસેમ્બરે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. 29 ડિસેમ્બર પછી હવામાનમાં ફેરફાર થઈ શકે છે.પંજાબ અને હરિયાણાની વાત કરીએ તો અહીં કોલ્ડવેવ અને ધુમ્મસ જોવા મળશે. હવામાન વિભાગે અહીં યલો એલર્ટ જાહેર કર્યું છે. 26મી ડિસેમ્બરે અહીં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. આ સિવાય 27મી ડિસેમ્બરે ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે. હરિયાણામાં 26 ડિસેમ્બર સુધી કોલ્ડવેવની અસર જોવા મળશે. અહીં 27મી ડિસેમ્બરે પણ વરસાદની સંભાવના છે.
ઉત્તર પ્રદેશ અને બિહારમાં યલો એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશમાં 27 ડિસેમ્બરે પશ્ચિમ યુપીના ઘણા ભાગોમાં વરસાદ, ગાજવીજ અને કરા પડી શકે છે. આ કારણે ઠંડી વધી શકે છે 25 ડિસેમ્બરે યુપીના ઘણા જિલ્લાઓમાં મોડી રાત્રે અથવા વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. બિહારમાં, પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સિવાન અને સારણના મોટાભાગના સ્થળોએ ગાઢ ધુમ્મસ છે. જેના કારણે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશને ઠંડી ધ્રુજાવશે
રાજસ્થાનના પશ્ચિમ અને પૂર્વ ભાગોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. 26-27 ડિસેમ્બરે અહીં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. તેની અસર ઉદયપુર, કોટા, અજમેર અને ભરતપુર વિભાગ અને શેખાવતી વિસ્તારમાં જોવા મળશે. જેના કારણે ઘણી જગ્યાએ વરસાદ પડી શકે છે. આજે મધ્યપ્રદેશમાં પણ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ ભોપાલ અને ગ્વાલિયર સહિત 21 જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech