કોલ્ડપ્લેમાં ક્રિસ માર્ટિને વંદે માતરમ્ અને માં તુઝે સલામ ગાઈને લોકોને મંત્રમુગ્ધ કર્યા

  • January 27, 2025 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગત 25 અને 26 તારીખે કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાયો હતો. જેમાં સમગ્ર દેશભરમાંથી યુવાઓ આવ્યા હતાં. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેના સિંગર ક્રિસ માર્ટિને ગઈકાલે બીજા દિવસે કોન્સર્ટ દરમિયાન ’વંદે માતરમ’ અને ’માં તુઝે સલામ’ ગાઈને 76મા ગણતંત્ર દિવસે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. બે દિવસ આખું સ્ટેડિયમ 1 લાખથી વધુ યુવાઓથી ખીચોખીચ ભરેલું હતું. દેશભરમાંથી આવેલાં યુવાઓ અમદાવાદથી મોહી ગયા હતા અને પ્રસંશા કરી હતી.
દેશભક્તિના ભાવભર્યા પ્રદર્શનને જોઈને લોકોએ જોરદાર જયકારા સાથે તાળિયો વગાડીને તેમનું અભિવાદન કર્યું હતું. તેઓએ ભારત માતાને સલામની સાથે કોન્સર્ટને સમાપ્ત કર્યો અને બધા લોકોને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી હતી. દેશના વિવિધ રાજ્યોમાંથી ગુજરાત અને અમદાવાદના મહેમાન બનેલા મ્યુઝિક લવર્સે મુંબઈ કરતા અમદાવાદની ઈવેન્ટના વખાણ કયર્િ હતા. બુમરાહ ઉપરાંત પાર્થિવ પટેલ, પ્રફૂલ દવે, ઈશાની દવે, જિગ્નેશ મેવાણી પણ ઈવેન્ટમાં સામેલ થયા હતા.
દેશભરમાંથી અમદાવાદમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ માણવા આવેલાં યુવાઓ અમદાવાદનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને વાઈબ્રન્ટ વાતાવરણ જોઈને આશ્ચર્યચકિત થવાની સાથે ખુશ થઈ ગયા હતાં. જેનો રાજીપો યુવાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વ્યક્ત કર્યો હતો. જેમાં દરેકનું એકસૂરે કહવું હતું કે, અમદાવાદ તેમના સિટી કરતાં ઘણું સારું છે.
કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવનારા મ્યુઝિક લવર્સને ઈન્ફ્રા રેડ સંચાલિત રિસ્ટબેન્ડ આપવામાં આવ્યા હતા જે શો પૂર્ણ થયા બાદ પરત કરવાના રહે છે.
કોલ્ડપેલના મતે રિસ્ટબેન્ડ સૌથી ઓછા પરત થયા હોય તેમાં અમદાવાદ સૌથી આગળ રહ્યું હતું. ટોક્યોના શોમાં 95 ટકા, આબુધાબીમાં 79 ટકા, મુંબઈમાં 76 ટકા અને અમદાવાદમાં સૌથી ઓછા 72 ટકા લોકોએ જ રિસ્ટબેન્ડ પરત કયર્િ હોવાનો દાવો કરાયો છે.


બુમરાહ...બુમરાહની બૂમો
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ પણ આજે કોલ્ડપ્લેની ઈવેન્ટમાં સામેલ થયો હતો. ઈવેન્ટમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ આવતા જ ઉપસ્થિત લોકોએ બુમરાહ બુમરાહની બૂમો પાડી હતી. ક્રિસ માર્ટીને બુમરાહને આવકારતા કહ્યું હતું કે, બુમરાહ લવ યું, તમે વર્લ્ડના બેસ્ટ બોલર છો. તમે જ્યારે એક બાદ એક ઈંગ્લેન્ડની વિકેટ લો છો ત્યારે ગમતું નથી. આ વાત કરી બુમરાહની વિકેટ ટેકીંગ મોમેન્ટ સ્ક્રીન પર દર્શાવિ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application