આવતા અઠવાડીયાથી ઠંડીની શઆત થવાની શકયતા: હજુ પણ બપોરે ગરમીનો માહોલ
આજે દેવઉઠી અગીયારસ હોય સામાન્ય રીતે દર વર્ષે આ દિવસ દરમ્યાન ઠંડીનો માહોલ જોવા મળે છે, પરંતુ આ વખતે લગભગ 25 દિવસ ઠંડીની શઆત મોડી થઇ છે, બે-ત્રણ દિવસથી ઠંડીનો આછેરો ચમકારો જોવા મળે છે અને લઘુતમ તાપમાન 20 ડીગ્રીએ પહોંચ્યું છે, જો કે બપોરે 11 થી 5 દરમ્યાન હજુ પણ ગરમીનો માહોલ છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 34.6 ડીગ્રી, લઘુતમ તાપમાન 20 ડીગ્રી, હવામાં ભેજ 68 ટકા અને પવનની ગતિ 10 થી 15 કિ.મી. પ્રતિકલાક રહી હતી.
આજે ઠંડીના માહોલ વચ્ચે વોકીંગ કરનારાઓએ પણ ઠંડીની મોજ માણી હતી, ગામડાઓમાં પણ વાતાવરણમાં ભારે ઠંડક જોવા મળી હતી, જો કે હવામાન ખાતુ કહે છે કે, બે-ત્રણ દિવસમાં જ ગરમી ઘટતી જશે અને ઠંડી શ થશે. રાજયના હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, આ વખતે લગભગ વીસેક દિવસ ઠંડી મોડી શ થઇ છે, હજુ તો શઆત છે પરંતુ આવતા અઠવાડીયે ઠંડી વધશે.
જામનગર ઉપરાંત કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, ફલ્લા, કલ્યાણપુર, સલાયા, ખંભાળીયા, ભાટીયા, રાવલ, દ્વારકા, જામજોધપુર સહિતના ગામોમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી અસહ્ય ગરમીએ કાળો કેર વતર્વ્યિો છે, એક તરફ કમોસમી માવઠાથી ખેડુતોને ભારે આર્થિક નુકશાન થયું છે, બીજી તરફ અસહ્ય ગરમીને કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
એક તરફ ખેડુતોને ત્રણ-ત્રણ માવઠા અસર કરી ગયા, મગફળીના પાથરા તૈયાર હતાં ત્યાં જ માવઠુ ત્રાટકયું, એકની સહાય મળે તે પહેલા જ બીજુ માવઠુ થયું, આમ ખેડુતો ઉપર તો પડયા પર પાટા જેવો ડામ લાગ્યો છે. જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં 150 ટકા વરસાદ થઇ ગયો છે, તેની સામે માવઠા થવાને કારણે મગફળી અને કપાસના પાકને સા એવું નુકશાન થયું છે, જે નુકશાન થયું છે તેના 10 થી 13 ટકા જ સહાય ખેડુતોને મળી છે અને હજુ કેટલાક ખેડુતો સહાયથી વંચીત છે ત્યારે એક મહીનો શિયાળો મોડો શ થશે તેની અસર પણ શિયાળુ પાકને થશે તેવું ખેતીવાડી તજજ્ઞોનું કહેવું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech