BREAKING NEWS

કાશ્મીરમાં શીતલહેર,અનેક સ્થળે તાપમાન શૂન્યથી નીચે ગગડ્યું

  • November 12, 2025 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કાશ્મીરમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે, જેના કારણે ગુલમર્ગ અને શ્રીનગરમાં રાતો વધુ ઠંડી બની ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં હવામાન સ્વચ્છ રહેશે, પરંતુ તાપમાનમાં ઘટાડો થશે. જમ્મુમાં પણ ઠંડી વધી છે, જેના કારણે લોકોને ગરમ કપડાં પહેરવાની ફરજ પડી છે.અમુક સ્થળે તો તાપમાન શૂન્યથી નીચે ઉતરી ગયું છે જેના લીધે હાડ થીજાવતી ઠંડી અનુભવાઈ રહી છે.શુષ્ક હવામાન વચ્ચે કાશ્મીરમાં ઠંડીનો અનુભવ થયો છે. મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે ગગડી ગયું છે, રાત્રિના તાપમાનમાં વધારો થયો છે. વિશ્વ વિખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગ અને રાજધાની શ્રીનગરમાં રાત્રિના તાપમાનમાં સમાનતા જોવા મળી રહી છે. જમ્મુમાં પણ સવાર અને રાત્રિના તાપમાનમાં વધારો થયો છે. શ્રીનગર હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, 17 નવેમ્બર સુધી હવામાન સ્વચ્છ રહેશે, પરંતુ તાપમાનમાં પણ ઘટાડો થશે. શુષ્ક હવામાનની શરૂઆત સાથે, રાત્રિના તાપમાનમાં પણ ફેરફાર થઈ રહ્યા છે. ખીણમાં ઠંડી સતત વધી રહી છે.

મંગળવારે, શ્રીનગરમાં મહત્તમ તાપમાન સામાન્યથી થોડું ઘટીને 16.5 ડિગ્રી સેલ્સિયસ, પહેલગામ 14.6 ડિગ્રી સેલ્સિયસ અને ગુલમર્ગ 8.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જમ્મુમાં પણ દિવસ દરમિયાન ગરમી ઓછી અનુભવાઈ રહી છે.

અહીં દિવસનું તાપમાન સામાન્યથી 1.4 ડિગ્રી ઘટીને 26.2 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી સેલ્સિયસ હતું. બનિહાલમાં મહત્તમ તાપમાન 19.8 ડિગ્રી સેલ્સિયસ, બટોટમાં 18.9, કઠુઆમાં 23.4 અને ભદરવાહમાં 18.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application