આવતા અઠવાડીયાથી ઠંડીની શઆત થવાની શકયતા: બપોરે પણ ગરમીમાં ઘટાડો
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં બે દિવસથી ઠંડીએ પાપા પગલી કરી છે, સવારે અને મોડી રાત્રે ઠંડક વધી છે, પરંતુ હજુ આગામી અઠવાડીયાથી ઠંડીની શઆત થશે તેવું હવામાન ખાતુ કહે છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 19.5 ડીગ્રી, મહત્તમ તાપમાન એક ડીગ્રી ઘટી 33.5 ડીગ્રી, હવામાં ભેજ 67 ટકા અને પવનની ગતિ 10 થી 15 કિ.મી. પ્રતિકલાક રહી હતી.
આજે ઠંડીના માહોલ વચ્ચે વોકીંગ કરનારાઓએ પણ ઠંડીની મોજ માણી હતી, ગામડાઓમાં પણ વાતાવરણમાં ભારે ઠંડક જોવા મળી હતી, જો કે હવામાન ખાતુ કહે છે કે, બે-ત્રણ દિવસમાં જ ગરમી ઘટતી જશે અને ઠંડી શ થશે. રાજયના હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, આ વખતે લગભગ વીસેક દિવસ ઠંડી મોડી શ થઇ છે, હજુ તો શઆત છે પરંતુ આવતા અઠવાડીયે ઠંડી વધશે.
જામનગર ઉપરાંત કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, ફલ્લા, કલ્યાણપુર, સલાયા, ખંભાળીયા, ભાટીયા, રાવલ, દ્વારકા, જામજોધપુર સહિતના ગામોમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી અસહ્ય ગરમીએ કાળો કેર વતર્વ્યિો છે, એક તરફ કમોસમી માવઠાથી ખેડુતોને ભારે આર્થિક નુકશાન થયું છે, બીજી તરફ અસહ્ય ગરમીને કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
એક તરફ ખેડુતોને ત્રણ-ત્રણ માવઠા અસર કરી ગયા, મગફળીના પાથરા તૈયાર હતાં ત્યાં જ માવઠુ ત્રાટકયું, એકની સહાય મળે તે પહેલા જ બીજુ માવઠુ થયું, આમ ખેડુતો ઉપર તો પડયા પર પાટા જેવો ડામ લાગ્યો છે. જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં 150 ટકા વરસાદ થઇ ગયો છે, તેની સામે માવઠા થવાને કારણે મગફળી અને કપાસના પાકને સા એવું નુકશાન થયું છે, જે નુકશાન થયું છે તેના 10 થી 13 ટકા જ સહાય ખેડુતોને મળી છે અને હજુ કેટલાક ખેડુતો સહાયથી વંચીત છે ત્યારે એક મહીનો શિયાળો મોડો શ થશે તેની અસર પણ શિયાળુ પાકને થશે તેવું ખેતીવાડી તજજ્ઞોનું કહેવું છે.
ઠંડીની મોસમ આ વખતે લગભગ એકાદ મહીનો મોડી શ થઇ છે, જેને કારણે શિયાળુ પાકને પણ અસર થશે, સિઝનમાં ભારે ફેર બદલાવ આવ્યા છે, દર વર્ષે નવરાત્રી બાદ ધીમે-ધીમે ઠંડીનું આગમન થાય છે અને દિવાળી ઉપર તો તાપમાન 12 થી 15 ડીગ્રી જેવું રહે છે, પરંતુ અત્યારે હાલત એવી છે કે, દેવદિવાળી નજીક છે ત્યારે હજુ પણ ઠંડીનો કોઇ મોટો ચમકારો દેખાયો નથી અને રાબેતા મુજબ વાતાવરણ હોવાથી લોકોને પણ આશ્ર્ચર્ય થયું છે, બે-ત્રણ દિવસથી ઠંડીએ પાપા પગલી કરી છે ત્યારે મોર્નીંગ વોક કરનારાઓની સંખ્યા પણ ધીરે-ધીરે વધવા લાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાર્ક ઝકરબર્ગએ 21મી એનિવર્સરી પર પત્ની માટે ગાયું ખાસ ગીત, Spotify પર રિલીઝ પણ કર્યું
November 14, 2024 12:29 PMજલગાંવમાં એમ્બ્યુલન્સમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ: ગર્ભવતી મહિલા અને તેના પરિવારનો આબાદ બચાવ
November 14, 2024 12:21 PMરાજકોટ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ કરતા ૮૧ રૂપિયા ઓછા ભાવે મગફળીના સોદા
November 14, 2024 12:12 PMખ્યાતિ હોસ્પિટલમાં ભાજપના નેતાની ભાગીદારી?
November 14, 2024 12:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech