BREAKING NEWS

કોકરોચ જનતા પાર્ટીનો મોટો દાવો: અભિજીત દિપકેની પોલીસે અટકાયત કરી

  • July 20, 2026 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાંસદ ચલો કૂચ દરમિયાન, કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રવક્તા સૌરવ દાસે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. તેમનો દાવો છે કે પોલીસે CJPના સ્થાપક અભિજીત દિપકેની પણ અટકાયત કરી છે. તેમણે તમામ સાંસદોને તાત્કાલિક રસ્તાઓ પર ઉતરવા અને વિરોધ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી છે.


સૌરવ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું, પોલીસે અભિજીત દિપકેની અટકાયત કરી છે. અમે તમામ સાંસદોને અપીલ કરીએ છીએ કે તેઓ રસ્તાઓ પર ઉતરેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં તાત્કાલિક ઉભા રહે! પોલીસ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર નિર્દયતાથી કાર્યવાહી કરી રહી છે અને તેમને માર મારી રહી છે.

સીજેપીની મુખ્ય ત્રણ માંગ

1. નીટ પરીક્ષામાં ગોટાળા, પેપર લીક અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ માટે નિષ્પક્ષ તપાસ અને જવાબદારી.

2. મોટા પાયે પરીક્ષામાં ગોટાળા અંગે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું.

3. દેશમાં વધતી બેરોજગારી, સરકારી ભરતી પરીક્ષાના પરિણામોમાં વિલંબ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સંભવિત ખતરાના મુદ્દાઓ પર સરકારનો સામનો કરવો.

દેશમાં નીટ પેપર લીક અને વધતી જતી બેરોજગારી સામે કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. વિરોધ પ્રદર્શનકારીઓ સંસદની ખૂબ નજીક આવેલા રેલ ભવન પહોંચ્યા, જેના કારણે સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી હતી. સાવચેતીના પગલાને ધ્યાનમાં રાખી સંસદના બે પ્રવેશદ્વાર, જેમાં દક્ષિણ ગેટનો સમાવેશ થાય છે, જેને બંધ કરવામાં આવ્યા હતા. રેલ ભવન અને ટ્રાન્સપોર્ટ ભવન નજીક વિરોધીઓને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. આથી પ્રદર્શનકારીઓમાં નાસભાગ મચી હતી. જેમાં ઘણા પ્રદર્શનકારીઓના માથા ફૂટ્યા હોવાના પણ અહેવાલ છે. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે ઝપાઝપી પણ થઈ હતી. પોલીસે સંસદ પાસે ભારતીય રિઝર્વ બેંક નજીકથી કોકરોચ જનતા પાર્ટીના સાત પ્રદર્શનકારીઓને અટકાયતમાં લીધા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application