મહાપાલિકા દ્વારા બે દિવસની રજા બાદ આજે દબાણો સામેની કાર્યવાહી પુન: આરંભી હતી. જેમાં શહેરના વિજયરાજનગર વિસ્તારના જાહેર રોડ કે જ્યાં હાલ વેકલ્પિક વાહનવ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી છે. તે સહિતના રોડની બન્ને સાઈડ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવેલ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. વિજયરાજનગરમાં આજે સવારથી મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમો દ્વારા મહાપાલિકાના બિલ્ડીંગ તેમજ રોડ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખી સ્થાનિક રહીશો દ્વારા તેમના મકાનના ગેટ અને દીવાલ બહાર બનાવી લેવામાં આવેલા ઓટલા તેમજ બગીચા સહિતના દબાણો ઓર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આરટીઓ સર્કલથી દેસાઈનગર અને જવેલ્સ સર્કલ વાળા રોડ પર ઓવરબ્રિજ ની કામગીરી સબબ મહાનગર પાલિકા દ્વારા શાસ્ત્રીનગર, ગઢેચી વડલાથી કુંભારવાડા તરફના રોડ પર તેમજ વિજયરાજનગરના રોડ પર વાહનવ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ વિજયરાજનગરના મુખ્ય સહિતના રોડ પરના દબાણોથી વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય આખરે મહાપાલિકા તંત્ર દ્વાસ આજે આ દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતા સ્થાનિક રહીશો રોડ પર દોડી આવ્યા હતા અને તંત્રની ટીમને એબાન નહીં હટાવવા જણાવ્યું હતું. જો કે એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ ટીમો દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવી દેવામાં આવતા ટ્રાફિક સમસ્યાનો હાલ પૂરતો અંત આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech