રાજકોટ મહાપાલિકા દ્રારા નિર્મળ ગુજરાત ૨.૦ હેઠળ શહેરના મુખ્ય માર્ગેા, મોલ તેમજ બજારોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઇ હતી જેમાં ૪૩૦ જેટલા સફાઇ કામદારોએ સાથે મળીને કુલ ૪૬ ટન કચરાનો નિકાલ કર્યેા હતો.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્રારા વર્ષ–૨૦૧૪મા શ કરાયેલ સ્વચ્છ ભારત મિશન ૧.૦ સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત બની રહ્યુ છે. જેની સફળતાના આધારે, ભારત સરકારે વર્ષ–૨૦૨૬ સુધીમાં તમામ શહેરોને કચરા–મુકત શહેરો બનાવવાના ઉદેશ સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ લોન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાત રાય સ્વચ્છતા બાબતે હમેશાં અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતાએ સરકારની પ્રાથમિકતા રહી છે. સ્વચ્છતાની આ પ્રવૃતિને વધુ આગળ વધારવા, રાયના તમામ નાગરિકોની સમાન ભાગીદારી કેળવવા રાજય સરકાર દ્રારા નિર્મળ ગુજરાત ૨.૦ લોન્ચ કરવામાં આવેલ છે. નિર્મળ ગુજરાત ૨.૦ના ભાગપે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તા.૧–૬–૨૦૨૪થી તા.૧૫–૬–૨૦૨૪ દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તા.૪ના રોજ રાજકોટ શહેરના જાહેર માર્ગેા, મુખ્ય રોડ, મોલ, માર્કેટ વિસ્તારની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરેલ જેમાં કુલ ૪૩૦ સફાઈ કામદાર મારફત સફાઈ ઝુંબેશ કરી કુલ ૪૬ ટન કચરાનો નિકાલ કરાયો હતો.
ઉપરોકત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપિનલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી.૫ર્યાવરણ ઇજનેર અને સેનીટેશન ઓફિસરની હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટરો તથા સબ ઇન્સ્પેકટરો દ્રારા કરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech