સિવિલના ડાયાલિસિસ સેન્ટરમાં વર્ષમાં ૨૦ હજારને સારવાર

  • January 22, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાગર પરમાર
રાજકોટ

માનવ શરીરમાં કિડનીએ ખુબ મહત્વનું આતંરિક અગં છે, ડાયાબિટીસ અને લોહીના ઐંચા દબાણના દર્દીઓની સંખ્યામાં ઝડપી વધારા સાથે કિડની ફેલ્યરના પ્રમાણમાં ખુબ વધારો જોવા મળ્યો છે. એક તબક્કે કિડનીના ક્રોનિકની જાણ થતા જ તેની પ્રારંભીક સારવાર લેવામાં આવે તો કિડની ફેલ્યોર થતા અટકે છે. જયારે એક સમયે કિડની ફેલ્યોરના સ્ટેજ ઉપર પહોંચી કુદરતી રીતે સાયકલીંગ કરવાનું બધં કરે છે ત્યારે કુત્રિમ રીતે ચલાવવા માટે ડાયાલીસીસ (મશીન) મારફતે શરીરમાં રહેલો કચરો દૂર કરવામાં આવે છે. કિડનીના દર્દીઓને ડાયાલિસિસએ જીવન જીવવા માટે અતિ જરી છે અને આ માટે સરકાર દ્રારા આરોગ્ય ક્ષેત્રે ખુબ મોટી પહેલ કરી પ્રધાનમંત્રી રાષ્ટ્ર્રીય ડાયાલિસિસ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશ અને રાયની સરકારી હોસ્પિટલમાં ની:શુલ્ક ડાયાલિસિસ સેન્ટર શ કરવામાં આવ્યા હતા જેને રાય સરકારે આગળ ધપાવી તાલુકા લેવલે ડાયાલિસિસ માટેની સેવા ઉપલબ્ધ કરાવી છે.
ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમએસએસવાય બ્લોકના ગ્રાઉન્ડ લોરમાં ૨૪૭ કાર્યરત ડાયાલિસિસ સેન્ટરની વાત કરીએ તો સરકારી આરોગ્ય સેવામાં સૌરાષ્ટ્ર્રનું સૌથી મોટું ડાયાલિસિસ સેન્ટર છે. જાન્યુઆરી–૨૦૨૪થી ૨૭ ડિસેમ્બર–૨૦૨૪ સુધીમાં આશરે ૨૦,૦૦૦ જેટલા દર્દીઓનું ડાયાલિસિસ કરવામાં આવ્યું છે, જેમાં ૭૫૦થી વધુ દર્દીઓનું ઇમરજન્સી કેસમાં ડાયાલિસિસ થયું છે. ટિન દરરોજના રાજકોટ શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારના ચાર શિટમાં ૬૦ થી ૭૦ દર્દીઓ ડાયાલિસિસ માટે આવી રહ્યા છે.
એચઆઇવી પોઝિટિવ અને વાયરલ પોઝિટિવ દર્દીઓ માટે પાંચ અલગ બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે જયારે ૨૦ નેગેટિવ બેડ ઉપલબ્ધ છે. સેન્ટરમાં ૧૫ જેટલા કવોલિફાઈડ ટેકિનશિયન અને પાંચ અટેન્ડેન્ટ સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. ડાયાલિસિસ દરમિયાન દર્દીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે એ માટે ફરજ પરનો સ્ટાફ ખંતથી કામગીરી કરી રહયો છે. સિવિલમાં સૌરાષ્ટ્ર્ર–કચ્છમાંથી દર્દીઓ આવતા હોવાથી ઇમરજન્સીની સાથે સાથે વાર તહેવારમાં પણ ડાયાલિસિસ સેન્ટર ચાલુ હોવાથી દર્દીઓને કોઈ પણ જાતની હેરાનગતિ રહેતી નથી. સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ૨૫ બેડનું ડાયાલિસિસ સેન્ટર માત્ર રાજકોટ જિલ્લાનું નહિ પરંતુ સરકારી આરોગ્ય સંસ્થામાં સૌરાષ્ટ્ર્રમાં સૌથી મોટું સેન્ટર છે. જે ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે અનેકગણું આશિર્વાદ રૂપ બન્યું છે

PMJAY કાર્ડ ધારકોને રૂા.૩૦૦ની સહાય: ડો.એમ.સી.ચાવડા
સિવિલના સિનિયર આરએમઓ અને પીએમજેએવાયના નોડલ ઓફિસર ડો.એમ.સી.ચાવડાએ જણાવ્યું હતું કે, સિવિલના ડાયાલિસિસ સેન્ટરમાં નિયમિત ૧૧૦ જેટલા દર્દીઓ પીએમજેએવાયના કાર્ડ ધારક હોવાથી તેમાં ડાયાલિસિસ કરાવી રહ્યા છે. સરકારની યોજના હેઠળ દર્દીઓને પ્રતિ ડાયાલિસિસના .૩૦૦ ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ પેટે ચૂકવવામાં આવે છે, જે ૧૦ ડાયાલિસિસ બાદ તેમના બેંક એકાઉન્ટમાં સીધા જમા કરવામાં આવે છે.

બેથી ત્રણ હજારના થતા રિપોર્ટ નિ:શુલ્ક
ડાયાલિસિસ સમયે દર્દી ઉપર મોનીટરીંગ કરવાની સાથે સાથે દર કલાકે સુગર ચેક કરવામાં આવે છે ઉપરાંત દર ૧૫ દિવસે હિમોગ્લોબીન, યુરિયા, ક્રિએટીન, હિપેટાઈટીઝ, ઈલેકટ્રો, એચઆઇવી સહિતના રિપોર્ટ હોસ્પિટલની લેબમાં અને દર ત્રણ મહિને એવરેજ રિપોર્ટ પીએમજેએવાય યોજના હેઠળ પ્રાઇવેટ લેબમાં મોકલવામાં આવે છે. આ રિપોર્ટનો અંદાજિત ખર્ચ બે થી ત્રણ હજાર થાય છે જે નિ:શુલ્ક કરી આપવામાં આવે છે. આ ઉપરાંત હિમોગ્લોબીન અને આયર્નના ઇન્જેકશન કે જે બજાર કિંમત ૨૦૦ થી ૫૦૦ થાય છે એ પણ અહીં ફ્રી આપવામાં આવે છે.

મોંઘી કીટનો સિંગલ ટાઈમ યુઝ
દર્દીઓને ઇન્ફેકશન ન લાગવાની સાથે સુ –વ્યવસ્થિત રીતે ડાયાલિસિસ થાય માટે ઉપયોગમાં લેવાતી સોયથી લઇ ડાયાલાઈઝેટ સુધીની તમામ વસ્તુઓનો સિંગલ ટાઈમ યુઝ કરવામાં આવે છે, આ કીટ પ્રાઇવેટ હોસ્પિટલ કે મેડીકલમાં . ૩ થી ૪ હજાર સુધીની મળે છે. ડાયાલિસિસ બાદ એકાંતરા ફર્માકેથ કે કેથેટર નળી હોઈ એવા દર્દીઓનું ટેકિનશિયન સ્ટાફ દવારા કાળજીપૂર્વક ડ્રેસિંગ કરી આપવામાં આવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application