રાજકોટ મહાપાલિકાની સિટી બસ સેવા હેઠળ ચાલતી સિટી બસો અવાર નવાર જીવલેણ અકસ્માતો સજીર્ને શહેરીજનોના જીવ જોખમમાં મુકતી હોય આ મામલે તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ છે. હવે તો એવી સ્થિતિ છે કે સિટી બસની આગળ અને પાછળ તમાં વાહન ૧૦ ફટ દૂર ચલાવો તેમ લખવું પડે ! સરકારે કરોડો પિયાના ખર્ચે નવી બસો ફાળવી પણ સંચાલનમાં મહાપાલિકા તંત્રએ નાદારી નોંધાવી હોય તેવું જણાય રહ્યું છે.
રાજકોટ શહેરમાં સીટી બસ સંચાલન કરતી એજન્સીની બેદરકારી અને લાપરવાહીને પગલે શહેરીજનો ઉપર અકસ્માતનું જોખમ વધ્યું હોય ત્યારે શહેરમાં ચાલતી સીટી બસનો કથળી ગયેલા વહીવટને સુધારવાની માંગ સાથે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી દ્રારા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી સિટીબસ સેવાને લગતા ૧૮ મુદા અંગે રજુઆત કરી જરી વિગતો અંગે ખુલાસો કરવા માંગણી કરી છે જેમાં (૧) શહેરમાં ચાલતી ૨૦૦ સિટી બસની સ્પીડ લિમિટ બાંધવાની આવશ્યકતા છે (૨) ડ્રાઇવર અને કંડકટરના વર્તનમાં ગેરવર્તન અને નજીવી બાબતે મુસાફરો પર રોફ જમાવે છે શિસ્તના પાઠ ભણાવવાની જર છે (૩) ત્રિકોણબાગ પાસે બસોના ખડકલા જોવા મળે છે ત્યારે ફકત પાકિગ થયેલી બસો શાક્રી મેદાન ખાતે કલેકટરની મંજૂરી લઈ પાર્ક કરી શકાય (૪) ડ્રાઇવર અને કંડકટરની દર છ માસિક ફિટનેસ સર્ટીફીકેટ ફરજિયાત કરવાની જરિયાત છે (૫) દર વર્ષે ડ્રાઇવર કંડકટર ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ નથી તે અંગે પોલીસ રિપોર્ટ આવશ્યક અને જરી બનાવો (૬) અનેક બસ સ્ટોપ ઉપર મુસાફરો હાથ ઐંચો કરે છતાં બસ ઊભી રહેતી નથી તે પ્રકારની ફરિયાદો છે. (૭) સિનિયર સિટીઝન અને મહિલાઓ સાથે ગેરવર્તન કરનારને શોકોઝ નોટિસ આપી યોગ્ય ખુલાસો ન કરે તો ઘર ભેગા કરી દેવા અમારી મનપાની નીતિ : સિટી બસ અમારી માંગ છે. (૮) ડ્રાઇવર કે કંડકટરમાં વય મર્યાદા નક્કી થવી જોઈએ. (૯) સીટી બસની બેદરકારીને કારણે અકસ્માતનો ભોગ બનનાર વ્યકિતએ એજન્સી દ્રારા વળતર ચૂકવવામાં આવે. (૧૦) સીટી બસના તમામ આધુનિક બસ સ્ટેન્ડો બનાવેલા છે તે બસ સ્ટેન્ડ ઉપર નિયમિત સાફ સફાઈ કરવી જરી. (૧૧) સીટી બસના બસ સ્ટેન્ડો ઉપર પડયા પાથર્યા રહેતા અસામાજિક અને લુખ્ખા તત્વો સામે સમયાંતરે પોલીસની સાથે રાખી ડ્રાઇવ યોજવી (૧૨) કંડકટરો ટીકીટો આપતા નથી અને પિયા લઈ લે છે તે પ્રકારની ફરિયાદો હોય તે અંગે પગલાં ભરવા (૧૩) સીટી બસના સ્ટાફને માનવતા, સાદગી, સારા સંસ્કાર, સેવા, યોગ, સારા પુસ્તકોનું વાંચન અને તેમની તાલીમ શિબિર ફરજિયાત કરો. (૧૪) દરેક બસમાં સીસીટીવી કેમેરા ફરજિયાત બનાવો, બસની અંદર ફસ્ર્ટ એડ અને જરિયાત મુજબની મેડિસિન રખાવો. (૧૫) બસ સ્ટોપ છે તે જગ્યાએ બસ સ્ટોપ અંગેનું બોર્ડ કે બસ સ્ટેન્ડ અને સમય પત્રક ફરજિયાત મુકાવો (૧૬) રેલનગરના સુભાષચદ્રં બોઝ, વીર સાવરકર, લોકમાન્ય તિલક, ઝાંસીની રાણી આવાસ યોજનામાં જે બસ આવતી તે એકાદ બધં કરી દેવાય છે આ બસને પુન: શ કરવામાં આવે તેવી આવાસ ધારકોની માંગ છે. (૧૭) સીટી બસ સ્ટેન્ડોની અંદર અને બહાર લગાડેલ ટાઈમ ટેબલ ઉપર જાહેરાતોના ચોપાનિયા મારનારા સામે દંડનીય કાર્યવાહી થવી જોઈએ. (૧૮) સિટી બસોનું સંચાલન કરતી વર્તમાન એજન્સીઓને કરાયેલ દંડનીય રકમ કેટલી અને કયારે કરવામાં આવી અને નોટિસ આપવામાં આવી હોય તો તેની તમામ વિગતો આપવા આવેદનપત્રના અંતમાં માંગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech