સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની રાજ્યભરની 11 જેટલી સરકારી યુનિવર્સિટીઓમાં ચાલુ શૈક્ષણિક સત્રમાં જીકાસના માધ્યમથી એડમિશન આપવામાં આવ્યા છે. પરંતુ આ વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી પણ આ કામગીરી ચાલુ રહી હતી અને અનેક પ્રકારના પ્રશ્નો -સમસ્યાઓ ઊભી થઈ હતી. નવા શૈક્ષણિક સત્રમાં આવું ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યારથી જ કડક કાર્યવાહી માટેનો તખતો ગોઠવાઈ ગયો છે.
નોલેજ કોન્ફર્ટીયમ ઓફ ગુજરાત (કેસીજી) મારફત જીકાસનું સંચાલન થઈ રહ્યું છે અને તેમના તરફથી મળેલી સૂચનાના આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કેમ્પસ પર આવેલ જુદા જુદા ભવનો અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજના સંચાલકોને સ્પષ્ટ શબ્દોમાં પરિપત્ર પાઠવીને જણાવી દીધું છે કે જો નવા શૈક્ષણિક સત્રમાં જીકાસની સૂચનાનું પાલન નહીં થાય તો રૂપિયા 500 થી 5,000 સુધીની પેનલ્ટી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પરિપત્રમાં જણાવ્યા મુજબ જો કોલેજો કે ભવનો કેટલી સંખ્યામાં પ્રવેશ અપાયા તેની માહિતી અને કોલેજ તથા ભવનમાં અભ્યાસ કરાવતા શિક્ષકોની તથા નોન ટીચિંગ સ્ટાફ ની માહિતી સમયસર યુનિવર્સિટીને પૂરી નહીં પાડે તો તારીખ 18 ફેબ્રુઆરીના પરિપત્ર મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ફી રિફંડના મામલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન મારફત ચોક્કસ ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે, આ પોલીસીનો અમલ નહીં કરનાર કોલેજ અને ભવનોને યુ. 5,000 ની પેનલ્ટી કરવામાં આવશે.
સમયસર ડેટા આપવામાં ન આવે તો કોલેજ કે ભવનના લેટરપેડ પર તેના ખુલાસા કરવા પડશે અને રૂપિયા 500 ની પેનલ્ટી ભરવી પડશે. ક્ષતિ સુધારા માટે પણ કોલેજના લેટરપેડ પર સ્પષ્ટતા કરવાની રહેશે. પ્રવેશ માટે જીકાસ દ્વારા જે શેડ્યુલ જાહેર કરવામાં આવે તેને ચુસ્તતાથી વળગી રહેવાનું રહેશે અને આમ નહીં થાય તો રૂપિયા 1000 ની પેનલ્ટી કરવામાં આવશે. વિદ્યાર્થીના ફોર્મ ભરવામાં ક્ષતિ થશે અથવા તો કોઈ કિસ્સામાં વિદ્યાર્થીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનું જણાશે તો પણ રૂપિયા 1000ની પેનલ્ટી કરવામાં આવશે. એક વખત વિદ્યાર્થીને પ્રવેશ ઓફર કર્યા પછી જો એડમિશન આપવામાં નહીં આવે તો પણ રૂપિયા 1000 ની પેનલ્ટી ભરવી પડશે. કોઈ કિસ્સામાં વિદ્યાર્થીના ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈ શકાશે નહીં અને જો કોઈ કોલેજ કે ભવન આવું કરશે તો તેને રૂપિયા 1000 ની પેનલ્ટી ફટકારવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર નજીકથી ગેરકાયદેસર ઘુસણખોરી કરતી પાંચ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઇ
March 18, 2025 12:38 PMરાજકોટમાં આર્કિટેકસનો મીનીકુંભ : ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રીય એવોર્ડની ઉજવણી
March 18, 2025 12:32 PMયોગી નિકેતન, રાજહંસ, ન્યુ કોલેજવાડી અને ગંગા પાર્કમાં પેવીંગ બ્લોકના કામનું ખાતમુહૂર્ત
March 18, 2025 12:29 PMમનપામાં કાલે જનરલ બોર્ડ; એટલાન્ટિસ અગ્નિકાંડ ગુંજશે
March 18, 2025 12:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech